બફાટ બંધ થતો જ નથી!
સાલાઓ વ્યંડળની જેમ 9 દિવસ ગરબા ગાવા નહીં જાવ તો નહીં ચાલે?: શ્રીજીસૌરભ સ્વામી
- Advertisement -
સ્વામિનારાયણ સ્નાન કરતા હતા એ પાણીમાં નહાઇને બાળકો શિવ બ્રહ્માદીક દેવતા બની ગયા: પ્રેમસ્વરૂપ સ્વામી
ખાસ-ખબર સંવાદદાતા
સોખડા હરિધામમાંથી અલગ થયેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરે કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર ભગવાન શિવજી અંગે કરેલા વાણી વિલાસ બાદ હવે સોખડા હરિધામના પ્રેમસ્વરૂપ સ્વામી સહિતના ભગવાધારીઓએ કરેલા હિન્દુ દેવી દેવતાઓના અપમાનના વીડિયો અને ઓડિયો વાયરલ થઇ રહ્યા છે. હરિધામ સોખડાના ગાદીપતિ પ્રેમસ્વરૂપ સ્વામી તેમના પ્રવચન દરમિયાન એવુ કહી રહ્યા છે કે ’વડતાલમાં ભગવાન સ્વામિનારાયણને મુળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હતા મહારાજનું સ્નાન કરેલુ પાણી નીકમાંથી બહાર નીકળતુ હતુ તે પાણીમાં બાળકો (અહી પ્રેમસ્વરૃ સ્વામી વાઘરીના બાળકો એવુ કહે છે )નહાતા હતા તે અંગે મુળજી ભગતે મહારાજને કહ્યું તો મહારાજ બોલ્યા કે એ બાળકો શિવ બ્રહ્માદીક દેવતા બની ગયા.’ તો હરિધામ સોખડાના જ શ્રીજીસૌરભ નામના સ્વામી વ્યંડળ સમાજનું અને માતાજીનું અપમાન કરતા બોલી રહ્યા છે કે ’સાલાઓ 9 દિવસ ગરબા ગાવા નહી જાવ, વ્યંડળ (અહી શ્રીજી સૌરભ વ્યંડળો માટે નિમ્ન કક્ષાનો શબ્દ ઉપયોગ કરે છે)ની જેમ… તાળીઓ પાડવા નહી જાવ તો નહી ચાલે. વ્યંડળો ટોલનાકા પર બારે માસ તાળીઓ પાડે છે. તમે તો 9 દિવસ એ તો બારે માસ કરે છે તોય એનુ માગવાનું બંધ થયુ. ચાલુને ચાલુ રહે છે.