‘ખાસ-ખબર’ પાસે રહેલી પાંચ મિનિટની વિડીયો ક્લિપમાં જબરો ઘટસ્ફોટ
ગઈકાલ, તા. 25 ફેબ્રુઆરી 2025નાં અંકમાં ‘ખાસ-ખબર’એ પ્રથમ પેજ અને બીજાં પાને ધોરાજીનાં ફરેણી ખાતે આવેલાં સ્વામીની વિકૃત કામલીલા અને સજાતીય સંબંધો વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ‘ખાસ-ખબર’ને હાથ લાગેલી પાંચ મિનિટની વિડીયો ક્લિપમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો મુજબ આ વિડીયો ફરેણી ગુરુકુળનાં ખજાનચી હરિચરણસ્વામીનો છે જેમાં આ ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ હરિચરણસ્વામી આવાં કૂકર્મોનો શોખીન છે અને છેલ્લાં ઘણાં સમયથી આ પ્રકારનાં કૂકર્મો ગુરુકુળમાં કરી રહ્યો છે.
વિડીયો ક્લિપમાં સ્વામીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે: વિકૃત સ્વામીએ ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું
- Advertisement -
હરિચરણસ્વામીનાં કૂકર્મો દબાવવા ગુરુકુળનાં ભરપૂર પ્રયાસો
ખજાનચી હરિચરણસ્વામીનો આ વિડીયો લગભગ એકાદ વર્ષ જૂનો છે. જે-તે સમયે આ વિડીયો અંગે ભારે ગણગણાટ થયો હતો. ગુરુકુળનાં કોઠારી સ્વામી સુધી પણ આ વાત પહોંચી હતી. જો કે, સંસ્થાએ વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને રાખવાને બદલે સંસ્થાની આબરૂ સાચવવાનો નિર્ણય લીધો હતો. સંસ્થાએ હરિચરણસ્વામીનાં કૂકર્મો ઢાંકી દીધાં હતાં. વાસ્તવમાં એ સમયે જ જો ખજાનચીનાં પાપ બહાર આવી ગયાં હોત તો બીજાં અનેક યુવાનો બચી ગયાં હોત.
હરિચરણસ્વામીએ ફરિયાદ થતી અટકાવવા ખેલ નાંખ્યો
એવી ચર્ચા થઈ રહી છે કે, હરિચરણસ્વામીની વાસનાનો ભેગ બનેલાં અમુક યુવાનોએ આ અંગે ભૂતકાળમાં અરજી કરી હતી. પરંતુ એ સમયે સ્વામીએ અનેક મોટાં માથાંઓને હવાલો સોંપીને આ મેટર ખતમ કરાવી હતી. કહેવાય છે કે, ભોગ બનેલાં યુવાનોને ન્યાયને બદલે જબરદસ્ત મેથીપાક મળ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવિધ ફિરકાંઓમાં જ શા માટે આવું બને છે?
સમાજનો સમજુ અને બૌદ્ધિક વર્ગમાં આવા મામલે એક મુદ્દો ભારે ચર્ચાઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાંઓમાં જ શા માટે આવી કલંકિત ઘટનાઓ બની રહી છે? આ જ સંપ્રદાય ચારિત્ર્યની બાબતમાં વારંવાર સમાચારમાં આવે છે, જમીન કૌભાંડો અને મિલકત સંદર્ભનાં ગુનામાં પણ આ લોકો નામ ઝળકાવે છે. અગાઉ આ જ સંપ્રદાયનો એક સાધુ નકલી નોટ છાપવાનાં કૌભાંડમાં પણ નામ ઝળકાવી ચૂક્યો છે.
શું ફરેણી ગુરુકુળમાં હરિચરણસ્વામી એકલો જ પાપિયો છે? ના.
ફરેણી ગુરુકુળમાં એક કરતાં વધુ સ્વામીઓની ગાડી રિવર્સ ગીયરમાં ચાલે છે…
ચર્ચાતી વિગતો મુજબ આ ગુરુકુળમાં આવા અનેક કાંડ થઈ ચૂક્યાં છે, થઈ રહ્યાં છે: હરિચરણ કરતાં મોટાં ગજાનાં સ્વામીઓ પણ શોખીન?
ફરેણીનાં ગાદીપતિએ હરિચરણનો મામલો દબાવવા શા માટે મંજૂરી આપી? હરિચરણને ગુરુકુળમાંથી કાઢી શા માટે ન મૂકાયો?
વંથલી પંથકમાં વીસ વર્ષ પહેલાં મોટું ફુલેકું ફેરવનાર સ્વામી કોણ? આવાં ફુલેકાં ફેરવનાર લોકોનાં હાથમાં સંસ્થા સલામત છે?
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ ગુરુકુળનાં વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી: અનેક વાલીઓ ગુરુકુળ પહોંચ્યા
‘ખાસ-ખબર’ પાસે વધુ સ્ફોટક પુરાવા: આવનારા દિવસોમાં અનેકનાં ચહેરા પરથી મહોરાં ઉતરી જશે