હાર્દિક પંડ્યા આ આઈપીએલમાં બોલર તરીકે પણ સરેરાશ દેખાઈ રહ્યો છે. પંડ્યાએ આઈપીએલમાં અત્યાર સુધી 6માંથી 4 મેચમાં જ બોલિંગ કરી છે.
T20 વર્લ્ડ કપ ભારતીય ટીમ ટૂંક સમયમાં ખેલાડી પસંદગી કરી શકે છે. ટીમની જાહેરાત મેના પ્રથમ સપ્તાહમાં અથવા એપ્રિલના છેલ્લા સપ્તાહમાં થઈ શકે છે. બીસીસીઆઈ 15 સભ્યોની ટીમની જાહેરાત કરવા જઈ રહી છે. ચાહકો ટીમ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હવે T20 વર્લ્ડ કપ માટે પસંદ થનારી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. IPLમાં પંડ્યાનું પ્રદર્શન ખૂબ જ મીડિયમ રહ્યું છે. તાજેતરના સમયમાં આવા ઘણા ખેલાડીઓ સામે આવ્યા છે જેમણે પોતાના પ્રદર્શનથી BCCI સમક્ષ પોતાનો રમવાનો દાવો રજૂ કર્યો છે. જે સ્થિતિમાં હાર્દિકની જગ્યા પર દાવ લટકી રહ્યો છે.
- Advertisement -
ટીમ સિલેક્શનને લઈ દાવો કરાયો હતો
એક રિપોર્ટ મુજબ હાલમાં જ BCCIએ રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા સાથે ટીમ સિલેક્શનને લઈને એક બેઠક યોજી હતી. જેમાં હાર્દિકના સ્થાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એ વાત સામે આવી હતી કે જો હાર્દિકને ટીમમાં આવવું હોય તો તેને કાયમી બોલિંગ કરવી પડશે. ત્યારે જ તેની પસંદગી વિશે વિચારી શકાય. એક અહેવાલ મુજબ પસંદગીકારો પંડ્યા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે એ છે કે હાર્દિકની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ત્યારે જ થશે જ્યારે તે IPL મેચ દરમિયાન બોલિંગમાં સારૂ પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે પંડ્યા આ આઈપીએલમાં રેગ્યુલર બોલિંગ નથી કરી રહ્યો, જેના કારણે આવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
હાર્દિક બોલર તરીકે પ્રભાવ પાડી શક્યો નથી
હાર્દિક પંડ્યા આ આઈપીએલમાં બોલર તરીકે પણ સરેરાશ દેખાઈ રહ્યો છે. પંડ્યાએ આઈપીએલમાં અત્યાર સુધી 6માંથી 4 મેચમાં જ બોલિંગ કરી છે. ગુજરાત ટાઇટન્સ સામે 3 ઓવર અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 ઓવર બોલિંગ કરી છે. ત્યારબાદ તે પછીની બે મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. પંડ્યાએ ચેન્નાઈ સામે ત્રણ ઓવર ફેંકી હતી. તેની બોલિંગ પણ પહેલા જેવી દેખાતી નથી.
શિવમ દુબે- રિયાન પરાગે દાવેદારી નોંધાવી
તમને જણાવી દઈએ કે CSK માટે જોરદાર પ્રદર્શન કરનાર શિવમ દુબેએ T20 વર્લ્ડ કપ ટીમ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. સાથે જ પરાગે પણ આ IPLમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.