ઉપલેટા વિસ્તારમાં ધારાસભ્ય સામે વિરોધનો વંટોળ
રસ્તાના મુદ્દે ભોલગામડાની મહિલાઓ દ્વારા આંદોલન: ગાંધીનગર સુધી પડધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ઉપલેટાના વિવાદિત ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા સામે ખાસ કરી બંને તાલુકાના ગામડાઓમાં દિવસે દિવસે વિરોધ વધતો જાય છે એક વ્યક્તિએ પોતાનો વિડીયો વાયરલ કરી જ્ઞાતિના કામ કરવા છે વિકાસના કામ કરવા નથી કેમ કરી હૈયા વરાછાલવી હતી બીજા એક વિવાદિત વીડિયોમાં પાડેલીયા એ ટેલીફોનિક વાતચીતમાં એક આગેવાનને ધોરાજી ગ્રામ્યના રસ્તા બાબતે હું કોઈનો પટાવાળો નથી અને રસ્તા ક્યારે બનશે એ ખબર નથી આવું તોછડું વર્તન કરતા ભારે રોષ ઉભો થવા પામ્યો છે
એ પહેલા ધારાસભ્ય પાડલીયાના વ્હોટ્સએપ્પે નંબર ઉપરથી હાર્દિક પટેલનો જુનો વિડીયો વાયરલ થયો છે.
પ્રિન્સિપાલ અને કુલપતિ દરજ્ના માણસનાં મોબાઇલ કંઈ રેઢા ન પડ્યાં હોય તે કોઈ અજાણ્યા માણસો તેમનો મોબાઈલ વાપરે આ તો તેમની ગેર માર્ગે દોરવાની વાત છે અને બાકી હતુ તે હવે ધોરાજીના ભોલ ગામડાની મહિલાઓ બિમાર રોડ રસ્તા બાબતે રસ્તા રોકો આંદોલન કરી ધારાસભ્ય સામે ઠાલવ્યો અને ધોરાજી થી પોલીસ દોડી આવી અને મહિલા ઓને સમજાવી રસ્તો ચાલુ કરાવ્ય ઉપરોક્ત બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખે એક નીવેદનમા જણાવેલ છે કે ધોરાજી ઉપલેટા તાલુકાના ગામડાઓમાં વર્તમાન ધારાસભ્યની નિષ્ક્રિયતા ને કારણે પીવાના પાણી રસ્તા સહિતના જરૂરી કામો થતા નથી.