હાર્દિકનો વિધિવત ભાજપમાં થયો પ્રવેશ
– નીતિન પટેલ દ્વારા ભાજપની ટોપી પહેરાવવામાં આવી
– હાર્દિક દ્વારા ભગવત ગીતા આપી C.R પાટીલ અને નીતિન પટેલનું અભિવાદન કરવામાં આવ્યું
– સરદાર પટેલ સંબંધી પુસ્તકો પણ આપવામાં આવ્યા
– હાર્દિકે ભાજપના તમામ પદાધિકારીઓ ને પુસ્તક આપ્યા
– પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા, પૂર્વ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ સ્ટેજ પર હાજર રહ્યા હતા.
- Advertisement -
Hardik Patel who recently quit Congress joins BJP in Gandhinagar, Gujarat pic.twitter.com/JT6UtIPPJg
— ANI (@ANI) June 2, 2022
- Advertisement -
હાર્દિક પટેલનો અનેક સમર્થકો સાથે રોડ શો શરૂ, થોડી જ વારમાં C.R પાટીલના હસ્તે કરશે કેસરિયા
C.R પાટીલના હસ્તે શ્વેતા બ્રહ્મભટ્ટે કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો ખેસ
SGVP ગુરૂકુળમાં ગૌપૂજા કર્યા બાદ હાર્દિક પટેલ કમલમ ખાતે જવા રવાના

ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવશે. ત્યારે હાર્દિક પટેલ આજે 11 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારશે. આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અંતે હાર્દિક આજે ભાજપમાં કેસરિયા કરશે. ત્યારે એ પહેલાં હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.’
ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિકે પોતાના ઘરે કર્યા હતા માઁ દુર્ગાના પૂજા પાઠ
એ સિવાય હાર્દિકે ગઇ કાલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મક્કમ ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બની સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ તારીખ 2/6/2022 ના રોજ સવાર 11:00 કલાકે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.’ બીજી બાજુ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકે ગણાવવામાં આવેલ છે.
ભાજપમાં પ્રવેશ પહેલાં અમદાવાદમાં બેનરો લગાવવામાં આવ્યા
હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે એ પહેલાં અમદાવાદમાં હાર્દિકના સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકેના બેનર લગાવવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માનસી સર્કલ, કેશવબાગ અને શિવરંજની વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા ગણાવવામાં આવેલ છે.



