રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે.ત્યારે સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું
સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી. બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો.
Congratulations to @arshdeepsinghh who is all set to make his T20I debut for #TeamIndia
- Advertisement -
He receives his cap from Captain @ImRo45#ENGvIND pic.twitter.com/2YOY15GwRj
— BCCI (@BCCI) July 7, 2022
શાનદાર પ્રદર્શન કરી હાર્દિક પંડ્યાએ પોતાનું હુન્નર દેખાડ્યું
હાર્દિક પંડ્યાએ બેટિંગ દરમિયાન 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન એક જ ઓવરમાં બે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. 5મી ઓવરના બીજા બોલ પર હાર્દિકે ડેવિડ મલાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે જ સમયે ઓવરના છેલ્લા બોલ પર લિયામ લિવિંગસ્ટોન દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી 7મી ઓવરમાં તેણે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો અને જેસન રોયને પણ પેવેલિયન મોકલી દીધો.
For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs.
Take a 1-0 lead in the series.
Scorecard – https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ
— BCCI (@BCCI) July 7, 2022
દીપક હુડ્ડાએ 194.11ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
ભારત માટે નંબર-3 પર બેટિંગ કરવા આવેલો દીપક હુડ્ડાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 33 રન કર્યા. આ દરમિયાન તેમના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા. જે રીતે દીપક રમી રહ્યો હતો, એવું લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમશે. પરંતુ ટાઈમલ મિલ્સે તેને ક્રિસ જોર્ડનના હાથે કેચ આપીને પેવેલિયન પરત ફર્યો.
1ST T20I. WICKET! 8.4: Deepak Hooda 33(17) ct Tymal Mills b Chris Jordan, India 89/3 https://t.co/SahJZ3qOiX #ENGvIND
— BCCI (@BCCI) July 7, 2022
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત– રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ– જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હૈરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિંસન, જેસન રોય, ડેવિડ વિલી.