હાર્દિક પંડ્યાના સુકાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે. જ્યાં બન્ને ટીમના કપ્તાન ક્રોકોડાઈલ બાઇક’ની સવારીની મજા લેતા જોવા મળ્યા હતા.
હાર્દિક પંડ્યાના સુકાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાને યજમાન ટીમ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ T20 મેચ 18 નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ન્યુઝીલેન્ડ ટીમના લીડર કેન વિલિયમસન વેલિંગ્ટનની સડકો પર ‘ક્રોકોડાઈલ બાઇક’ની સવારીની મજા લેતા જોવા મળ્યા હતા.
- Advertisement -
બંન્ને કપ્તાન સાથે જોવા મળ્યા
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસનનો આ વીડિયો તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે. વીડિયોમાં બંનેએ કાળા ચશ્મા પહેર્યા છે. હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન તેમની ટીમની જર્સી પહેરીને ‘ક્રોકોડાઈલ બાઇક’ ચલાવતા જોવા મળે છે. બંનેએ અગાઉ ભારત વિ ન્યુઝીલેન્ડ T20 ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.
View this post on Instagram- Advertisement -
T20 અને ODI સિરીઝ
T20 પછી, બંને ટીમો ODI સિરીઝમાં ટકરાશે બંને ટીમો વચ્ચે T20 સિરીઝ બાદ 3 મેચોની ODI સિરીઝ રમાશે. શિખર ધવન વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. કેન વિલિયમસન કિવી ટીમની કેપ્ટનશીપ કરશે. ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ પૂરા થયેલા ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ભારત અને યજમાન ન્યુઝીલેન્ડ વચ્ચે 18 થી 30 નવેમ્બર દરમિયાન મર્યાદિત ઓવરોની શ્રેણી રમાશે, જેમાં T20 અને ODI શ્રેણીનો સમાવેશ થાય છે.
ભારત-ન્યુઝીલેન્ડ મેચ શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ T20 મેચ શુક્રવારે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે. બીજી T20 મેચ 20 નવેમ્બરે માઉન્ટમનુગીમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી20 મેચ 22 નવેમ્બરે નેપિયરમાં રમાશે. ODI શ્રેણી 25 નવેમ્બરથી ઈડન પાર્ક ખાતે શરૂ થશે, જ્યારે બીજી ODI સિડન પાર્કમાં 27 નવેમ્બરે જ્યારે ત્રીજી અને અંતિમ ODI 30 નવેમ્બરના રોજ હેગલી ઓવલ ખાતે રમાશે.