ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.19
આગામી 22 મી માર્ચથી શરૂ થઈ રહેલી સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સનાં કેપ્ટન બનેલા હાર્દિક પંડયાએ પ્રથમ વખત મૌન તોડયુ છે. રોહીત શર્માના સ્થાને પંડયાને કેપ્ટન બનાવવાનાં ફ્રેન્ચાઈઝીના નિર્ણયથી ક્રિકેટ જગતમાં વ્યાપક ચર્ચા-અટકળો જામી હતી.અત્યાર સુધી મૌન તોડવા સાથે એમ કહ્યું કે રોહીત શર્માનો હાથ મારા ખભ્ભે રહેશે જ અને મારા નેતૃત્વમાં રમવામાં તેને કાંઈ અજુગતુ નહી લાગે. હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સ પાસેથી મેળવ્યો છે અને રોહિત શર્માના વિકલ્પ તરીકે કેપ્ટન પણ બનાવાયો છે. અનેક લોકોને ફ્રેન્ચાઈઝીનું આ કદમ પસંદ નથી પડ્યું. હાર્દિક પંડયાએ કહ્યું કે- તેણે આગામી સીઝન અંગે રોહિત શર્મા સાથે વિસ્તૃતથી ચર્ચા નથી કરી. તેણે કહ્યું કે- ટ્રેનિંગ સત્ર દરમિયાન તે રોહિત શર્મા સાથે વાત કરશે. હાર્દિક પંડયાએ કહ્યું કે- સૌથી પહેલી વાત, કંઈજ અલગ નથી થવાનું કેમકે જો મને જરુર હશે તો તેઓ મારી મદદ કરશે. આ સમયે તેઓ ભારતીય ટીમના કેપ્ટન છે જેનાથી મને મદદ મળશે કેમકે આ ટીમે તેમની કેપ્ટનશિપમાં જે મેળવ્યું છે, તે હવે મારે આગળ લઈને જવાનું છે. હાર્દિકે વધુમાં કહ્યું કે- કંઈજ અજુગતું કે અલગ નહીં થાય. આ શાનદાર અનુભવ હશે. હું તેમની કેપ્ટનશિપમાં મારું આખું કરિયર રમ્યો છું. મને ખબર છે કે સીઝન દરમિયાન તેમનો હાથ પર ખભ્ભા પર હશે.
- Advertisement -
હું કેપ્ટન બન્યો તો કેટલાંક ફેન્સ ગુસ્સે થયા. ઈમાનદારીની વાત કરી, અમે અમારા પ્રશંસકોનું માન રાખીએ છીએ. હાલ તો અમારું ધ્યાન અમારી રમત પર છે. હું મારાથી થાય તેટલી વાત નિયંત્રિત કરી શકું છું. હું તે વાત પર ધ્યાન નથી આપતો જેના પર મારું નિયંત્રણ નથી. આ ક્ષણે હું ફેન્સનો આભારી છું. તેઓ જે કહેવા માગે છે તે તેમનો હક્ક છે. હું તેમના વિચારોને માન આપું છું. અમે સારું પ્રદર્શન કરવા પર અમારું ધ્યાન રાખી રહ્યાં છીએ.મુંબઈ ઈન્ડિયન્સ ઈંઙક 2024માં પોતાના અભિયાનની શરુઆત ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 24 માર્ચથી કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સનો પ્રયાસ ટૂર્નામેન્ટની શરુઆત જીત સાથે કરવાની રહેશે.