વૃદ્ધાને ઈજા થતાં સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં રખડતા ઢોર મામલે કડક આદેશ આપતા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં અળગું રહે છે તેવામાં વારંવાર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોર દ્વારા અનેક રાહદારીઓને ઈજા પહોંચાડી અનેક વખત મોતને પણ ભેટે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં પણ રખડતા ઢોર અનેક લોકોને ઈજા પમાડી ચૂક્યા છે તેવામાં એક વધુ કિસ્સો પણ શહેરના ફુલગલી વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં અહી રહેતા એક વૃદ્ધા પોતાના ઘર તરફ જતા પાછળથી રખડતા આખલાએ વૃદ્ધાને ગોથે ચડાવ્યા હતા જેમાં વૃદ્ધાને શારીરિક ઈજા પણ થઈ હતી બાદમાં પરિવારજનો વૃદ્ધાને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડ્યા હતા પરંતુ વારંવાર આ પ્રકારના બનાવ સામે આવવા છતાં સ્થાનિક તંત્ર રખડતા ઢોર સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જોકે અગાઉ લોકોની રજૂઆતને લઈને અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર થોડા અંશે જાગ્યું હતું અને એકલ દોકલ રખડતા ઢોર પકડી પોતાની કામગીરી દર્શાવી હતી પરંતુ આજેય ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં સાંજના સમયે રખડતા ઢોરનો લીધે ટ્રાફિક જામ અને રાહદારીઓને ચાલવું મુશ્ર્કેલ બને છે.
- Advertisement -
ત્યારે વારંવાર રખડતા ઢોર દ્વારા રાહદારીઓને હની પહોચાડવા મામલે તંત્ર નક્કર પગલાં ભારે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.