હેમરાજભાઈને ઓ.બી.સી. સામાજિક સંકલન સેલનાં કન્વીનરનું પદ મળતાં ઉત્સાહ
ગુજરાતભરનાં જિલ્લા ભાજપ કાર્યાલયોએ જઈને ઋષિવંશી યુવાનોએ આતશબાજી કરી, લોકોનાં મોં મીઠા કરાવ્યા
OBC સેલનાં પ્રમુખ ઉદય કાનગડનો ખાસ આભાર વ્યક્ત કરતાં ઋષિવંશી યુવાનો

ખાસ-ખબર સંવાદદાતા
ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન અને આસ્થા સેવાયજ્ઞના સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ પાડલિયાની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચામાં સામાજિક સંકલન સેલના ક્ધવીનર તરીકે પસંદગી કરવામાં આવતાં ઋષિવંશી સમાજના ગુજરાતભરના લોકોમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ છે અને આ ખુશીને વ્યક્ત કરવા ઋષિવંશી યુવાનો દ્વારા ગુજરાતના જિલ્લા ભાજપ કાર્યાલયો પર જઈ ઋષિવંશી સમાજના યુવાનોએ મોંઢુ મીઠું કરાવી અને ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઋષિવંશી સમાજના યુવાનો તેમજ હેમરાજભાઈ પાડલિયાના મિત્રો સાથે 160 લોકો ગાંધીનગર ભાજપ કાર્યાલય પર જઈને ગાંધીનગર ભાજપના પ્રભારી અમિતભાઈ ઠાકર, સહપ્રભારી મોહનભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરના પ્રમુખ રૂચિરભાઈ ભટ્ટે મોંઢુ મીઠું કરાવી ફટાકડા ફોડી પોતાના ઉત્સાહની લાગણી વ્યક્ત કરી હતી.
- Advertisement -

હેમરાજભાઈ પાડલીયાની બિજેપી સામાજીક સ્ંકલન સેલના પ્રદેશ સ્યોજક પદે વરણી કરવા બદલ સુરત સિ.આર પાટિલ સાહેબ ને શુભેચ્છા પાઠવવા માટે તેમજ મીઠાઈ ખવડાંવિને ફટાકડા ફોડીને આજનો કાર્યક્રમ કરેલ હતો આ કાર્યક્રમમાં સુરત સૌંદર્ય સર્જક સંઘની ટીમ દ્વારા આ કાર્યક્રમમાં લલિત ભાઈ રાઠોડ, સંજય ભાઈ રાઠોડ, મહેશ ભાઈ રાઠોડ, ભરત ભાઈ રાઠોડ, પરેશ ભાઈ રાઠોડ, દિનેશ ભાઈ ધામેલિયા, પારસ ભાઈ મજેઠીયા, મુકેશભાઈ ગોંડલીયા, વિજય ભાઈ ભાયાણી, રોહિત હિરાણીએ હાજરી આપી હતી.

- Advertisement -
આ પ્રસંગે ઋષિવંશી સમાજનાં યુવાનો દ્વારા ઓબીસી સેલનાં પ્રમુખ ઉદય કાનગડનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



