5 ફેબ્રુઆરીથી ઘરેઘરે પહોંચશે આમ આદમી પાર્ટીની ટીમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ 12માં આમ આદમી પાર્ટી દ્વારા લોકોની ફરિયાદો અને વેદનાઓ સાંભળવા માટે ‘હર ઘર સંપર્ક અભિયાન’ શરૂ થવાનું છે. આવતીકાલે ગુરૂવાર, તા. 5/2/2026થી આ અભિયાનનું નેતૃત્વ આપના ઘઇઈ નેતા તથા વોર્ડ 12ના ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ અને વિધાનસભા-71ના સહ ઇન્ચાર્જ મિલનભાઈ સોજીત્રા કરશે.
અભિયાન અંતર્ગત ટીમ વોર્ડ 12ના દરેક ઘરે જઈ નાગરિકોની પરેશાની, અગવડતા અને તેઓ ભરે છે તે ટેક્સના પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ મળે છે કે નહીં તે અંગે સીધી ચર્ચા કરશે. લોકો પાણીનો ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં સ્વચ્છ પાણી નથી મળતુ અને જો સ્વચ્છ પાણી મળે તો તે પુરતા પ્રમાણમા અને પુરા પ્રેસરથી નથી મળતુ. લોકો રોડ ટેક્સ ભરે છે તેના પ્રમાણમાં તેમને ખાડા અને ગાબડા, ધુળયુક્ત રોડ મળે છે સારા રોડની સુવિધા નથી મળતી. લોકો સફાઈ ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં સારી સફાઈ અને નિયમિત સફાઈ કામદાર તેમના વિસ્તારમાં નથી મળતા. તેમને નિયમિત ટીપરવાનની સેવા નથી મળતી. લોકો રોશની ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં તેમને તેમના વિસ્તારમાં સારી લાઈટ નથી મળતી. લોકો શિક્ષણ ટેક્સ ભરે છે તેમના બદલે સરકાર દ્વારા તેમના બાળકને ફ્રી અને સારુ શિક્ષણ નથી મળતુ. લોકોને આધારકાર્ડમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો હોય તો તેમના સમયે ઓફિસોના અનેક ધક્કા ખાધા વિના તેમના આધારકાર્ડમાં સુધારો નથી થતો. લોકોને રેશનકાર્ડમાં નવુ નામ ઉમેરવાનું હોય તો એક જ ધક્કામાં કે એક જ દિવસમાં રેશનકાર્ડમા નામ નથી ઉમેરાતા. લોકોને સરકારી ઓફિસનું કામ હોય તો તે લાંચ કે રૂપીયા આપ્યા વિના કે ધક્કા ખાધા વિના એક જ વારમાં કામ થતા નથી.
- Advertisement -
લોકો બાઈક લઈને રાજકોટના રોડ ઉપર નીકળે તો ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન ખોટી રીતે ઉભા રાખી ખોટી રીતે હેરાન કરતા હોય કે રૂપિયા ઉઘરાવતા નજરે પડે છે. લોકોને વોર્ડ કે સોસાયટીની ફરિયાદનું અનેક વખતની રજુઆત પછી પણ એનુ નીરાકરણ થતુ નથી. લોકોએ ચુંટણી વખતે મતદાન કરીને ચુટેલા કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ તેમના વિસ્તારમાં તેમના પ્રશ્નો સાંભળતા જોયા નથી. આવા અનેક મુદ્દાઓ સાથે વોર્ડ 12ના લોકોને મળીશુ અને લોકોને જાગૃત કરશુ. તેમજ રાજકોટ મહાનગર વોર્ડ 12ના નાગરિકોને ખાસ જણાવવાનું કે વોર્ડ 12ના રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોની આમ આદમી પાર્ટીની અનેક સફળ રજુઆતોને કારણે વોર્ડ 12માં અત્યારે રોડ રસ્તા, પેવર બ્લોક, ગટર અને પાણીના અનેક કામ ચાલુ છે. અને તે પણ તમે આપેલ ટેક્સના રૂપીયાથી ચાલુ છે કોઈ તમારો ઉપકાર કરતા નથી.



