ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતમાં સંઘ પરિવારમાં વિતાવેલા તેમના અનેક યાદગાર ક્ષણો ફરી તાજા થઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રચારક તરીકે કાર્યરત રહ્યા તે દિવસોમાં સંઘ પરિવારના પાયાના શિલ્પીઓ સાથેના તેમના સંબંધોની ઝલક અનેક તસવીરોમાં જોવા મળે છે.
યાદગાર ક્ષણોના પ્રસંગો
(1) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ ગુણવેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી.
(2) શ્રી પ્રવીણ કાકા મણિયાર, શ્રી કેશુભાઈ પટેલ સાથે સંઘ પ્રાર્થના કરતા.
(3) પોતાના રાજકીય ગુરુ લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર (વકીલ સાહેબ) સાથેની ક્ષણ.
(4) ડાંગના સબરી કુંભ પ્રસંગે મધુભાઈ કુલકર્ણી, પ્રવીણ કાકા મણિયાર અને સાધુ સંતો સાથે.
(5) ગુજરાતના સંઘ પરિવાર વિકાસના શિલ્પીઓ સાથે – ગૌતમભાઈ ભટ્ટ, બાબુભાઈ ઓઝા, અમૃતભાઈ કડીવાળા અને પ્રવીણ કાકા મણિયાર.
(6) હળવદ શિશુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ફકીરભાઈ વાઘેલા અને પ્રવીણ કાકા મણિયાર સાથે.
(7) ગુરુ વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા.
(8) સૌરાષ્ટ્રના ભાજપ આગેવાન ચીમનભાઈ શુક્લને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા. (9) રાજકોટ સર્કિટ હાઉસમાં ચીમનભાઈ શુક્લ સાથે ચર્ચા કરતા.
આ પ્રસંગો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંઘ જીવન, તેમના રાજકીય પ્રવાસ અને ગુરુજનો પ્રત્યેની કૃતજ્ઞતાનો પરિચય આપે છે. આજે તેમના જન્મદિવસે સમગ્ર દેશ અને રાજ્ય તરફથી શુભેચ્છાઓની વરસાત થઈ રહી છે.



