વાનખેડે સ્ટેડિયમમાં હજારો ચાહકોની વચ્ચે કેકકટિંગ કર્યા બાદ આજે સચિન એન્ડ ફેમિલી ગોવામાં કરશે જન્મદિનની ઉજવણી: સચિનના ચાહકોની એક જ પ્રાર્થના, તેઓ ઉંમરની પણ સદી પૂર્ણ કરે
2 પગલાંની પીચ ઉપર સદીઓની સદી લગાવનારા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર આજે ઉંમરની અર્ધસદી પૂણ કરી લેશે. આજે તેઓ 50 વર્ષના થઈ રહ્યા છે. ભલે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને દસ વર્ષ થઈ ગયા હોય પરંતુ તેમના પ્રત્યે દિવાનગી હજુ પણ ઓછી થવાનું નામ લઈ રહી નથી. આ જ કારણ છે કે સચિનના જન્મદિવસની ઉજવણી મનાવવાનો સિલસિલો અગાઉથી શરૂ થઈ ગયો હતો. તેના સાથી ક્રિકેટરો પણ તેની સાથે વીતાવેલી ક્ષણને યાદ કરી રહ્યા છે સાથે સાથે સચિનના ચાહકો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે સચિન તેંડુલકર ઉંમરની પણ સદી પૂર્ણ કરે…
- Advertisement -
સચિને શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મુકાબલા વચ્ચે કેક કાપીને ચાહકો વચ્ચે જન્મદિવસ મનાવ્યો હતો. જો કે આજે તેઓ પરિવાર સાથે ગોવા પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં તેઓ આ કિંમતી દિવસની ઉજવણી કરશે.
And 5️⃣0️⃣ up from the 𝗠𝗔𝗦𝗧𝗘𝗥 𝗕𝗟𝗔𝗦𝗧𝗘𝗥 and it’s an 𝗜𝗖𝗢𝗡𝗜𝗖 one 🎂
Happy birthday, @sachin_rt #OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/21twLjSjwV
- Advertisement -
— Mumbai Indians (@mipaltan) April 23, 2023
આ સાથે જ સચિન તેંડુલકરે તેમની કારકીર્દિમાં રેકોર્ડના એટલા ઢગલા કર્યા છે કે તેને તોડવા લગભગ અશક્ય લાગી રહ્યા છે. સચિન 200 ટેસ્ટ મેચ રમનારા દુનિયાના એકમાત્ર ક્રિકેટર છે. જ્યારે આ યાદીમાં બીજા ક્રમે જેમ્સ એન્ડરસન છે જેણે ઈંગ્લેન્ડ વતી 179 ટેસ્ટ રમી છે. સચિને 15921 ટેસ્ટ રન બનાવ્યા છે જેની નજીક હજુ સુધી કોઈ નથી પહોંચી શક્યું. સચિને 53.78ની સરેરાશથી રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમના નામે 51 સદી, 68 ફિફટી અને 46 વિકેટ છે. વન-ડેમાં તેમણે 18426 રન બનાવ્યા છે જે દરમિયાન 49 સદી, 96 ફિફયી બનાવી છે તો 154 વિકેટ ખેડવી છે. સચિને સૌથી વધુ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં 200 ટેસ્ટ, 463 વન-ડે અને એક ટી-10 સમાવિષ્ટ છે. જ્યારે શ્રીલંકાના માહેલા જયવર્ધને 652 મેચ રમી છે.
સચિન તેંડુલકર 100 સદી બનાવનારા દુનિયાના એકમાત્ર બેટર છે. ટેસ્ટમાં તેમણે 51 અને વન-ડેમાં 49 સદી બનાવી છે. અત્યારે કોહલી 75 સદી બનાવીને આ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે સચિન 164 આંતરરાષ્ટ્રીય ફિફટી બનાવી છે જેમાં 96 વન-ડેમાં તો 68 ટેસ્ટમાં બનાવી છે. આ યાદીમાં શ્રીલંકાનો સંગાકારા 153 ફિફટી બનાવીને બીજા ક્રમે છે. આવી જ રીતે તેમણે વર્લ્ડકપમાં 2278 રન, એક જ વર્લ્ડકપમાં 673 રન અને એક જ કેલેન્ડર વર્ષમાં 1894 રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે જે હજુ સુધી અકબંધ છે.
મુંબઈ અને કેરળમાં સચિનના આલીશાન બંગલા
સચિન તેંડુલકરની વૈભવી લાઈફસ્ટાઈલનો અંદાજ તેના આલીશાન ઘરોને જોઈને પણ લગાવી શકાય છે. મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર વર્ષ 2007માં લગભગ 40 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. માત્ર મુંબઈ જ નહીં પરંતુ કેરળમાં પણ તેનો કરોડોની કિંમતનો બંગલો છે.
6⃣6⃣4⃣ intl. matches 👍
3⃣4⃣3⃣5⃣7⃣ intl. runs 🙌
2⃣0⃣1⃣ intl. wickets 👌
The only cricketer to score 💯 intl. hundreds 🔝
The 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆
Here's wishing the legendary and ever-so-inspirational @sachin_rt a very happy 5⃣0⃣th birthday 🎂 👏#TeamIndia pic.twitter.com/iyP0CfjTva
— BCCI (@BCCI) April 24, 2023
સચિન પાસે કારનું શાનદાર કલેક્શન
સચિન તેંડુલકરને પણ કારનો ઘણો શોખ છે. તેના કાર કલેક્શનમાં એકથી વધુ લક્ઝુરિયસ કાર છે. રિપોર્ટ અનુસાર તેના કલેક્શનમાં વધુ એક મોંઘી અને લક્ઝરી કારનો છે જેવી કે ફેરારી 360 મોડન, BMW i8, BMW 7 સિરીઝ, 750Li M Sport, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe અને BMW M5 30 Jahre.
આટલી પ્રોપર્ટીનો માલિક છે સચિન
જણાવી દઈએ કે 16 વર્ષની ઉંમરે હાથમાં બેટ પકડીને એક પછી એક મોટા રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેને પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી કમાણી કરી છે અને અહેવાલો અનુસાર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ લગભગ $175 મિલિયન એટલે કે 1436 કરોડ રૂપિયા છે. આ સાથે જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે જાહેરાતો અને અન્ય માધ્યમોથી કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.