આજે સલમાન ખાન 57 વર્ષના થઈ ગયા છે અને તેના ચાહકો એક જ ઈચ્છા રાખીને બેઠા કે કે ક્યારે તેઓ લગ્ન કરશે? પણ શું તમે જાણો છો કે સલમાનની ઘણી ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે તેમ છતાં તે મોસ્ટ એલિજેબલ બેચલર છે.
સલમાન ખાનના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરશે. જો કે એમના ફેન્સને સારી રીતે ખબર હશે કે કે સંગીતા બિજલાની સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે અને સલમાન તેમના પતિ બનતા બનતા રહી ગયા હતા અને એ પાછળનું કારણ હતું બંનેનું બ્રેકઅપ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને એ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી સલમાને તેને દગો આપ્યો હતો.
- Advertisement -
આ કારણે સલમાન અને સંગીતા બિજલાનીના સંબંધોનો અંત આવ્યો હતો. સંગીતાને દગો આપીને સલમાન જેની પાસે ગયો હતો એ તે બીજું કોઈ નહીં પણ સોમી અલી હતી. સલમાને અભિનેત્રી સોમી અલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું પણ આ બંનેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. જણાવી દઈએ કે હાલ માં જ સોમી અલીએ સલમાન ખાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જોકે થોડા સમય બાદ એમને પોતાની એ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
સંગીતા બિજલાની અને સલમાન ખાન ક્યારે ડેટ કરી રહ્યા હતા ત્યારે એ સમય દરમિયાન તેના જીવનમાં ફરિયા આલમ નામની એક લેડી લવ પણ હતી. જો કે સલમાનની જેમ ફારિયાએ પણ ક્યારેય તેના અને સલમાનના સંબંધોને લોકોની સામે સ્વીકાર્યા નથી પણ એવું કહેવાય છે કે સલમાન ખાનનું કરિયર બનાવવામાં ફારિયાએ ઘણી મદદ કરી હતી.
આ સાથે જ આપણે બધા જાણતા હશું કે ઐશ્વર્યા રાય સલમાનની સૌથી લોકપ્રિય ગર્લફ્રેન્ડમાંથી એક રહી છે અને તેમની લવસ્ટોરી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ થી શરૂ થઈ અને સલમાનનો ગુસ્સો જોઈને મુંબઈની સડકો પર મરી ગઈ. જણાવી દઈએ કે સોમી અલી પછી સલમાનનું દિલ ઐશ્વર્યા રાય પર આવી ગયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા સલમાનના ગુસ્સાથી ડરી ગઈ હતી અને સલમાને તેના પર હાથ પણ ઉપાડ્યો હતો.
- Advertisement -
જો કે આ તો દરેક લોકો જાણતા જ હશે કે કેટરીના કૈફ પણ સલમાનની ગર્લફ્રેન્ડમાંથી એક છે જેને સલમાન દિલથી પ્રેમ કરતો હતો પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હશે અને થોડા સમય પહેલા કેટરીનાએ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. જોકે કહેવાય છે કે સલમાન અને કૅટની મિત્રતા આજે પણ એવી જ છે.
આ સિવાય યુલિયા વંતુર પણ સલમાન ખાન સાથે લાંબા સમય સુધી ડેટ કરતી હતી. જણાવી દઈએ કે હવે બંને એકબીજા સાથે ખૂબ જ સારું જ બોન્ડ શેર કરે છે.
Salman Khan's 57th birthday: 'Bhaijaan' cuts cake with paps, see pictures
Read @ANI Story | https://t.co/F446VJlDGA#SalmanKhan #Bhaijaan #Bollywood #SalmanKhanBirthday #Trending #ArpitaKhan #AayushSharma #Birthday pic.twitter.com/HdkVVmktxC
— ANI Digital (@ani_digital) December 26, 2022