ખાસ-ખબર સંવાદદાતા
સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી, જવાને પત્ની અને પુત્રીને પણ પોતાની સાથે એક રૂમમાં કેદ કરી દીધા છે.
રાજસ્થાનના જોધપુર માં આવેલા સી આર પી એફ ના ટ્રેનિંગ સેન્ટરમાં એક જવાન દ્વારા આડેધડ હવામાં ફાયરીંગ શરુ કરી દેવામાં આવતાં ભારે દોડાદોડી થઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ ઘાયલ પણ થયા નથી.
કોઇ વાત પર આ જવાન નારાજ થઈ ગયો છે અને પોતાની સાથે રૂમમાં પત્ની અને પુત્રીને પણ કેદ કરી રાખ્યા છે અને જ્યારે પણ કોઈ તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે ત્યારે તે હવામાં ફાયરિંગ શરૂ કરી દે છે.
- Advertisement -
જોધપુરના જિલ્લા પોલીસ વડા દ્વારા મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે કોન્સ્ટેબલ દ્વારા ટ્રેનિંગ સેન્ટરમાં આવેલા પોતાના ઘરમાં એક રૂમમાં જવા અને પત્ની અને પુત્રી તેમ જ પોતાને કેદ કરી રાખ્યા છે અને અંદર કોઈને આવવા દેતો નથી અને હવામાં ફાયરિંગ કરે છે.