સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અને પી.પી. સ્વામી મહારાજે શરૂ કર્યું ‘હનુમાન યાગ’ અભિયાન
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
- Advertisement -
ગુજરાતના વનવાસી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારોમાં ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ મામલે ગુજરાતના સૌથી નાના જિલ્લા ડાંગના લોકોએ આ મામલે અનોખી ઝુંબેશ ચલાવી છે. ડાંગ ગુજરાતમાં ધર્માંતરણનો ભોગ બનતા જિલ્લાઓમાંનો એક છે, જેમાં હાલ 40% વસ્તી ઇસાઇઓની થઇ ગઈ છે. ત્યારે ડાંગમાં સનાતન ધર્મનો ફેલાવો કરવા ‘હનુમાન યાગ’ નામક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે ડાંગ પર પ્રકૃતિનો વિશેષ પ્રેમ છે, હરિયાળી અને નૈસર્ગિક સુંદરતાનો અહ્લાદક અનુભવ કરાવતો ડાંગ જિલ્લો પાછલા 20 વર્ષોથી સતત ધર્માંતરણનો ભોગ બની રહ્યો છે. ઘણી બધી ઇસાઇ સંસ્થાઓ જિલ્લામાં રહેતી ભોળી ભાળી પ્રજાને વાતોમાં ફસાવીને, લાલચ આપીને કે ભય ઉભો કરીને ધર્માંતરણ કરાવી રહી છે. જિલ્લાની 40% વસ્તી એટલે કે 1 લાખથી વધુ વસ્તી ઇસાઇ થઇ ચુકી છે. ત્યારે આ વિષયનું નિવારણ લાવવા માટે બજરંગબલીનો આશરો લેવામાં આવ્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગમાં વિકટ પરિસ્થિતિ જોઇને એક સંકલ્પ લીધો હતો. તેમણે ‘હનુમાન યાગ’ કરીને અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં આવેલા 3 તાલુકાના 311 ગામોમાં 311 હનુમાન મંદિર બનાવવામાં આવ્યા હતા. કુલ ₹40 લાખના ખર્ચે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના 14 મંદિરોનું લોકાર્પણ વર્ષ 2022માં જ કરી દેવાયું હતું.
હનુમાનજીની મૂર્તિ જોઇને લીધો સંકલ્પ અને શરૂ કર્યું ‘હનુમાન યાગ’ અભિયાન: ગોવિંદભાઈ ધોળકિયા
ગોવિંદભાઈ ધોળકિયાએ એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 વર્ષથી ડાંગ આહવામાં મેડિકલ કેમ્પ કરતા આવીએ છીએ. તો 2017માં અહિયાં કેમ્પ લઈને આવ્યા ત્યારે હું અને પી.પી સ્વામી ગાડીમાં જઈ રહ્યા હતા. એક ગામના પાદરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ ઝાડના થડિયે પડી હતી. તો મેં સ્વામીજીને કીધું કે આપણા ભગવાન આમ ઘર વગરના બેસી રહે, અને આપણે ઘરમાં રહીએ એ કેટલું યોગ્ય? તેમણે આગળ કહ્યું કે, સ્વામીજીએ એમ કહ્યું કે કોણ કરે? આવું તો ઘણું બધું કરવાની જરૂર છે, મારાથી બોલી જવાયું કે આપણે કરીએ. તો એમણે કહ્યું કે આવા તો 300 ગામ છે, આપણે 300 કરીશું. બસ સેક્ધડોમાં આ બધા નિર્ણયો લેવાયા, એમાં હું નહોતો બોલ્યો, મારું ડીસીઝન નહોતું, એ હનુમાનજી મહારાજનું, ભગવાન શ્રીરામચંદ્રજીનું ડીસીઝન હતું. એમણે મારા થકી બોલાવ્યું હતું.