108 કુંડી નિ:શુલ્ક મહા મારુતિ યજ્ઞ, અન્નકૂટ દર્શન, મહાઆરતી, આતશબાજી, ધ્વજારોહણ, જન્મોત્સવ, કેક કટિંગ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે શ્રી બાલાજી હનુમાનજી મંદિર, જ્યાં મહાપ્રતાપી બાલાજી દાદા હાજરાહજૂર બિરાજમાન છે. તેમના દિવ્ય અલૌકિક સાનિધ્યમાં હનુમાન જયંતીના પવિત્ર દિવસે 12 એપ્રિલને શનિવારના રોજ મંદિરમાં બાલાજી હનુમાનજી દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ તેમજ આતશબાજી સાથે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી થવાની છે ત્યારે સવારે 5.30 કલાકે મંગળા આરતી , 6.45 કલાકે શૃંગાર દર્શન , સવારે 8.30 કલાકે 108 કુંડી મહા મારૂતિ યજ્ઞ, સવારે 10.30 કલાકે અન્નકૂટ દર્શન, સવારે 11.15 કલાકે દાદાના દિવ્ય દરબારમાં ઢોલ નગારા સંગાથે વાજતે ગાજતે શ્રી ધજાજી આરોહણ ઉત્સવ, રાજભોગ આરતી તથા જન્મોત્સવ બપોરે 12 કલાકે ,સંઘ્યા આરતી સાંજે 7 કલાકે તથા આખો દિવસ દાદાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો સૌ સાથે મળીને દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ.