દૂધની ડેરીએ રહેતા કુખ્યાત શખ્સ સામે પ્રદ્યુમનગર પોલીસમાં અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંક્શન વિસ્તારમાં રહેતી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર યુવતીના ઘરે જઈ કુખ્યાત શખ્સે ધમાલ મચાવી ત્રાસ આપતા તેણીએ થોડા દિવસો પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે અંગે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કુખ્યાત શખ્સ લાલાની ધરપકડ કરી હતી આ ફરિયાદ હવે પાછી ખેંચી લેવા માટે લાલાની ટોળકી દ્વારા ધમકી આપવામાં આવતી હોવાથી ફરી યુવતીએ પ્રનગર પોલીસ મથકમાં અરજી આપનાર શખ્સ સામે અરજી આપી છે.
- Advertisement -
રાજકોટના જંક્શન પ્લોટના હંસરાજનગરમાં રહેતી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર સમા ભાયાણી ઉર્ફે જન્નત મીર નામની યુવતીએ દૂધની ડેરી પાસે રહેતા અનન આરીફભાઇ ચાવડા અને ચોકલેટ નામથી ઓળખાતા શખ્સ સામે પ્રનગર પોલીસ મથકમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે અગાઉ કુખ્યાત લાલો રાઉમાં જેની સાથે મારે હનન મારફત પરિચય થયો હતો તે પછી લાલો ત્રાસ આપતો હોય અને ઘરે આવી હેરાન કરતો હોવાથી તેણીએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી આ અંગે તાજેતરમાં પ્રનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી દરમિયાન ગત રાત્રે એકાદ વાગ્યે હું યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ ચોકીની સામે ઉભી હતી ત્યારે ઉપરોક્ત બંને હનન અને ચોકલેટ નામનો શખ્સ ધસી આવ્યા હતા અને મને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી તેમજ હવે તો આ આપણી પાસે આવી જ ગઈ છે આને મારી જ નાખવી છે જેથી મેં કહ્યું કે તું કોને કહે છે તો તેણે કહ્યું કે તને જ કહું છું તેમ કહી મને ખરાબ ઈશારો કરી ત્યાંથી ભાગી ગયા હતા જેથી લાલા સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા જાહેરમાં છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.