રાત ભર ઈઝરાયેલનો ગાઝા પર ભારે બોમ્બમારો
ગાઝામાં ઘુસવા ઈઝરાયેલી સૈન્યની જરૂર પડે સેટેલાઈટ સહિતની મદદ કરશે અમેરિકા
- Advertisement -
હમાસના હુમલાના ત્રણ સપ્તાહ બાદ પણ હજું ઈઝરાયેલની સેનાએ ગાઝાપટ્ટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો નથી અને અમેરિકાએ દબાણ લાવીને ઈઝરાયેલને રોકી આ ક્ષેત્રમાં યુદ્ધ વિરામની શકયતા વધી છે. જો કે ઈઝરાયેલ દ્વારા હમાસ પર દબાણ લાવવા માટે ગાઝાપટ્ટી ક્ષેત્રમાં ભારે બોમ્બમારો ચાલું જ રાખે છે પણ સાથોસાથ અમેરિકાના દબાણથી હમાસે બે ઈઝરાયેલ મહિલા બંધકોને મુક્ત કરી દેતા હવે તે દિશામાં આગળ વધે તેવા સંકેત છે.
અમેરિકાના એ હાલ ઈઝરાયેલના હાથ બાંધી રાખ્યા છે છતાં તે પહેલા 200 જેટલા બંધકો જેમાં અમેરિકનો પણ છે તેઓને મુક્ત કરાવાની પ્રાથમીકતા છે અને જમીની હુમલા માટે ઈઝરાયેલ હજું તૈયાર પણ નથી તેવા સંકેત છે. ગાઝામાં જે બાળક ટનેલ નેટવર્ક છે તે ઈઝરાયેલી સેના માટે ઘાતક પુરવાર થઈ શકે છે અને આ ટનેલ નેટવર્ક અત્યંત ગીચ ક્ષેત્રમાં છે જેનાથી તેને ભેદવા પણ ખૂબ જ મુશ્કેલ છે અને હવે તેમાં અમેરિકાની ટેકનોલોજી તથા સેટેલાઈટ સપોર્ટ વિ. માટે પણ તૈયારી છે.
અગાઉ ગાઝામાં આ પ્રકારના વ્યાપક હુમલા સામે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બારાક ઓબામાએ ચેતવણી આપતા કહ્યું હતું કે તેનાથી નાગરિક ખુવારી સૌથી મોટી થવાની શકયતા છે. બીજી તરફ હમાસે ઉતર ક્ષેત્રમાં જયાં 200થી વધુ બંધકો છે ત્યાં એક ઈઝરાયેલી મહિલાઓને મુક્ત કર્યા છે. અમેરિકાએ પણ જાહેરાત કરી છે કે જો હમાસ તમામ અપહૃતોને મુક્ત કરે તો પછી વાટાઘાટ થઈ શકે છે.
- Advertisement -
અમેરિકન પ્રમુખ જો બાઈડને આ ઉપરાંત ગાઝા ક્ષેત્રમાં માનવીય મદદ સતત ચાલુ જ રહે તે આવશ્યકતા દર્શાવી હતી અને સાથોસાથ તમામ બંધકોની મુક્તિ પણ જરૂરી છે. બીજી તરફ પેલેસ્ટાઈન ઈસ્લામીસ્ટ ઓર્ગેનાઈઝેશનના એક કમાન્ડર જે લાંબા સમયથી ઈઝરાયેલની જેલમાં છે તેની હત્યા કરવામાં આવતા તનાવ વધ્યા છે. હમાસના હુમલા બાદ સર્જાયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને હજુ હજારો લોકો અત્યંત ગંભીર હાલતમાં છે.