એક આરોપીને ભાવનગર અને બીજાને પોરબંદર જેલમાં ધકેલી દેવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને હળવદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી એક આરોપીને ભાવનગર અને બીજા આરોપીને પોરબંદર જેલ હવાલે કરી દીધા છે.
- Advertisement -
હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી પોલીસ સક્રીય બની છે ત્યારે હળવદમાં અલગ અલગ મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે હળવદ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.
જેમાં હળવદ શહેરના કણબીપરામાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠીને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે જ્યારે મેહુલભાઈ ઉર્ફ મેરીઓ ઉર્ફે મેરો કાળુભાઈ કણજરીયા રહે. કૃષ્ણનગર હળવદને પોરબંદર જીલ્લાની જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.