દારૂના મામલે સ્પષ્ટતા કરતી વખતે ધારાસભ્યએ કહ્યું: “મહાત્મા ગાંધી પણ દારૂ પીતાં થઈ ગયાં હતાં” કોંગ્રેસે રાજીનામાની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક લાઈવ દરમિયાન દારૂના મામલે સ્પષ્ટતા કરતી વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત સંવેદનશીલ ટિપ્પણી કરી હતી.
ધારાસભ્ય વરમોરાએ પોતાની પાર્ટી કે સંગઠનમાં ચારિત્રહીન માણસોના આગમન અંગે વાત કરતી વખતે દારૂ બાબતે સ્પષ્ટતા કરી. આ લાઈવ દરમિયાન તેમણે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, “મહાત્મા ગાંધી પણ દારૂ પિતા થઈ ગયાં હતાં”. ધારાસભ્યના આ નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ જાગ્યો છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં મોરબી કોંગ્રેસ દ્વારા નેહરુ ગેટ ચોકમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ‘પ્રકાશ વરમોરા હાય હાય”ના નારા લગાવ્યા હતા અને ધારાસભ્ય દ્વારા સમગ્ર દેશ અને રાજ્યનું અપમાન કરવામાં આવ્યું હોવાથી તેમના રાજીનામાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.



