ખાસ-ખબર ન્યૂઝ મોરબી
હળવદ પોલીસે કીડી ગામની સીમમાંથી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક વ્યક્તિને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમને મળેલી બાતમી મુજબ, કીડી ગામની સીમમાં એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી લાભુ પુંજાભાઈ જીંજવાડિયા (રહે. જૂના જોગડ, તા. હળવદ) નામના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ₹1,500ની કિંમતનો દેશી તમંચો જપ્ત કર્યો છે. પોલીસે લાભુ જીંજવાડિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરી રહી છે.
હળવદ પોલીસે દેશી તમંચા સાથે 1 શખ્સને ઝડપી લીધો
