સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશાના કિરણ સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ સાથે દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી આપવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી સ્થગિત કરાયેલી રોડ-રસ્તાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. દિવાળીના વેકેશન સમયે મજૂરો પોતાના વતન ફરતા રોડ-રસ્તાની કામગીરી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કર્યા બાદ આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. આમ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે તેવી ખાતરી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આપી હતી.
સિવિલ હોસ્પિટલમાં પુન: રસ્તાની કામગીરી શરૂ થતા દર્દીઓમાં હાશકારો

Follow US
Find US on Social Medias