નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પ્રતિમા ક્યારેય પડી ન હોત.
શું કહ્યુ નીતિન ગડકરીએ ?
- Advertisement -
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે મુંબઈમાં ટનલિંગ ઈન્ડિયા ઈવેન્ટમાં બોલતા કહ્યું કે મને યાદ છે, જ્યારે હું મુંબઈ 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો હતો. તે વ્યક્તિએ મને લોખંડ પર એક પાઉન્ડ સાથે લીલા રંગનો કોટિંગ આપ્યો અને કહ્યું કે તેને કાટ લાગશે નહીં. મેં તેના પર વિશ્વાસ કર્યો અને લોખંડનો ઉપયોગ કર્યો, પરંતુ લોખંડને કાટ લાગી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ દરિયાની નજીક 30 કિલોમીટરના વિસ્તારમાં પુલના નિર્માણમાં કરવામાં આવશે.
છત્રપતિ શિવાજીની પ્રતિમાને લઈ શું કહ્યું ?
પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું પ્રતિમાનું અનાવરણ
નોંધનિય છે કે, ગયા મહિનાના અંતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. શિવાજી મહારાજની આ પ્રતિમાનું ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે પડી. તેમણે કહ્યું કે, તજજ્ઞો પતનનું ચોક્કસ કારણ શોધી કાઢશે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હોવાથી આ પણ કારણ હોઈ શકે છે. આ દરમિયાન સિંધુદુર્ગ જિલ્લા પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના સંબંધમાં શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ મંગળવારે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. વિપક્ષ સતત સરકાર પર શિલ્પીને છુપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.
આ તરફ PM મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી હતી. આ ઘટના પર PM મોદીએ કહ્યું હતુ કે, છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તે અમારા આરાધ્ય છે. PM મોદીએ કહ્યું, હું માથું નમાવીને મારા પ્રિય ભગવાન શિવાજીની માફી માંગું છું. હું તેમના ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું. અમારા મૂલ્યો અલગ છે. PM મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભાજપે મને 2013માં પીએમ પદનો ઉમેદવાર બનાવ્યો ત્યારે હું રાયગઢ કિલ્લામાં ગયો હતો. છત્રપતિ શિવાજીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. મારી એ પ્રાર્થના એવી જ ભક્તિ સાથે હતી જેવી ભક્ત ભગવાન સમક્ષ કરે છે.