ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વની વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવા માટે ટેકનોલોજીપ્રેમી વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીએ હાલમાં જ હેકેથોન 2024 હોસ્ટ કરી હતી. ‘હેક ધી માઉન્ટેન્સ’ દ્વારા આયોજિત અને મારવાડી યુનિવર્સિટી દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ ઈવેન્ટમાં ટેકનોલોજી કમ્યુનિટીના કેટલાક અત્યંત પ્રતિભાશાળી લોકો એકઠાં થયા હતાં જેમાં ઈનોવેટર્સથી માંડીને ડેવલપર્સ અને ઉત્સાહી ટેકનોલોજીપ્રેમીઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ ઈવેન્ટે સહભાગીઓને તેમના ટેકનોલોજી સંબંધિત કૌશલ્યોની કસોટી કરવા તથા વાસ્તવિક વિશ્ર્વના પડકારો માટેના પથપ્રદર્શક ઉકેલોનું નવીનીકરણ કરવા અને તેને વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ મેરેથોનના લીધે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના તો પેદા થઈ જ હતી પરંતુ તેની સાથે સાથે તેમનામાં સર્જનાત્મકતા અને સમસ્યાઓને નવી રીતે ઉકેલવાની ક્ષમતાનું સંવર્ધન પણ થયું હતું. આ ઈવેન્ટમાં સહભાગીઓની વ્યાપક શ્રેણીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંગે ટિપ્પણી કરતાં મારવાડી યુનિવર્સિટીના પ્રોવાઈસ ચાન્સેલર ડો. આર. બી. જાડેજાએ જણાવ્યું હતું કે હેકેથોન 2024માં કેટલાક અત્યંત બુદ્ધિશાળી, ટેકનોલોજીપ્રેમી અને ઉત્સાહી યુવાનો એકઠા થયા હતા.