ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ગિર સોમનાથ જિલ્લામાં માવઠા ની આગાહી સાચી ઠરી હોય તેમ સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો, વીજળી ના કડાકા ભડાકા સાથે , ઠંડા પવનના સુસવાટા સાથે ભારે વરસાદી ઝાપટ વરસી પડ્યા હતા. રોડ રસ્તા ભીના થઈ ગયા હતા.ભારે ગરમી ના બદલે લોકોને ઠંડી નો અહેસાસ થયો હતો.કેરીના પાકને આ વરસાદથી નુકશાની થવાની શકયતા છે.