શહનાજ ગિલ અને ગુરૂ રંધાવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલો છે. જેમાં બંને દરિયા કિનારે એક નવા ગીત મૂન રાઈજનુ શુટિંગ કરતા દેખાઈ રહ્યાં છે.
ગુરૂ રંધાવાએ પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો વીડિયો
- Advertisement -
લોકપ્રિય સિંગર ગુરૂ રંધાવા હાલમાં પોતાના મોસ્ટ અવેટેડ ગીત મૂન રાઈજને લઇને વધુ વ્યસ્ત ચાલી રહ્યાં છે. આ ગીતમાં તેમની સાથે શહનાજ ગિલ કામ કરી રહી છે. આ ગીતના શુટિંગ વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે, જેને પોતે ગુરૂ રંધાવાએ પોતાના ઈન્સ્ટા એેકાઉન્ટ પર શેર કર્યો છે.
View this post on Instagram- Advertisement -
શહનાજ ગિલની થઈ ટીકા
આ વીડિયોના કારણે શહનાજ ગિલની ટીકા પણ થઇ છે. ખરેખર, આ વીડિયોમાં ગુરૂ અને શહનાજ એકસાથે દરિયા કિનારે ફોટોશુટ કરાવી રહ્યાં છે. તો જ્યારે ગુરુની નજર શહનાજના ડ્રેસ પર પડી અને તેમણે જોયુ કે તેની થાઈ દેખાઈ રહી છે તો તેમણે તેના ડ્રેસથી થાઈને ઢાંકી દીધી. પરંતુ જેવુ ગુરુએ આવુ કર્યુ, શહનાજે તાત્કાલિક ડ્રેસને પોતાની થાઈ પરથી હટાવી દીધો અને ગુરુને કહેવા લાગી કે આ બાજુ જોવો.
View this post on Instagramઅમુક યુઝર્સ વીડિયો પર વરસાવી રહ્યાં છે હેત
ત્યારબાદ ગુરુ ખૂબ શરમાઈ ગયા અને હસવા લાગ્યા. તેમને સમજાતુ નહોતુ કે આખરે શુ થયુ અને શહનાજે આમ કેમ કર્યુ. તેમણે શહનાજને કહ્યું કે તમે કહી રહ્યાં છો કે મને જોવો અને બીજી બાજુ મને કેમેરા તરફ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે. શહનાજની આ હરકતથી અમુક સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ટીકા કરી રહ્યાં છે. તો કેટલાંક યુઝર્સ તેમના આ વીડિયો પર હેત વરસાવી રહ્યાં છે.



