ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય…ના અપાર મહિમાને ચરિતાર્થ કરતા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની આજે રાજકોટ શહેરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
શહેરનાના મોટા મંદિરો તથા કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસબાપુના આશ્રમમાં આજે વહેલી સવારથી ઘસારો જોવા મળ્યો હતો. રણછોડદાસબાપુના દર્શન કરવા અને પૂજા કરવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી હતી.
- Advertisement -
જ્યારે સદર બજારમાં આવેલા જલારામ મંદિરે પણ લોહાણા સમાજ સહિત અન્ય શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ગુરૂતિલક, પૂજન તથા ગુરૂવંદનાના કાર્યક્રમો યોજાયા હતા.