ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિત સિંઘે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી રાજ્યપાલશ્રીએ સોમેશ્વર મહાપૂજા કરી હતી. રાજ્યપાલશ્રીએ દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે રાજ્યપાલશ્રીના ભાલ પર ચંદનનો લેપ કરી મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. જે પછી રાજયપાલએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને સોમેશ્વર પૂજા-અર્ચના કરી હતી.સોમનાથ મંદિરના આદ્યાત્મિકભર્યા વાતાવરણમાં ભક્તિવિભોર બની રાજ્યપાલશ્રીએ ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી હતી. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા બાણસ્તંભ સહિત સોમનાથની ઐતિહાસિક ધરોહરની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલશ્રીને ભગવાન સોમનાથની તસવીર સહિત પ્રસાદભેટ આપવામાં આવી હતી.
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિત સિંઘ
