મહા અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી આવે છે. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચૂકેવલ વ્યક્તિ સામાન્ય પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે.
સનાતન ધર્મમાં માઁ દુર્ગાની આરાધના માટે નવરાત્રીને સર્વોત્તમ સમય માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 4 વાર નવરાત્રી ઊજવવામાં આવે છે. બે નવરાત્રી મોટી હોય છે અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર નવરાત્રીને મોટી નવરાત્રી ગણવામાં આવે છે. મહા અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી ઊજવવામાં આવે છે. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચૂકેવલ વ્યક્તિ સામાન્ય પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે. તંત્ર વિદ્યાના જાણકાર વિશેષ પ્રકારે ગુપ્ત નવરાત્રીની ઊજવણી કરે છે. આજથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને 28 જૂનના રોજ સમાપ્તિ થશે. ગુપ્ત નવરાત્રીમાં જે ઉપાય કરવામાં આવે છે, તેને વિશેષ માનવામાં આવે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
- Advertisement -
ગુપ્ત નવરાત્રીમાં કરવાના ઉપાય
લાલ રંગના ફૂલ અર્પણ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઁ દુર્ગાની વિશેષ કૃપા મેળવવા અને તમામ ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો, તો ગુપ્ત નવરાત્રીમાં લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.
શૃંગારનો સામાન અર્પણ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં માઁ દુર્ગાને શૃંગારનો સામાન અર્પણ કરવામાં આવે છે. જેથી માઁ દુર્ગા સોહાગણ રહેવાના આશીર્વાદ આપે છે.
લવિંગ અને કપૂરથી આરતી કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં 9 દિવસ સુધી લવિંગ અને કપૂરથી આરતી કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેથી ઘરનું વાતાવરણ સારું રહે છે.
- Advertisement -
કરિઅરમાં સફળતા મેળવવાના ઉપાય
કરિઅરમાં સફળતા મેળવવા માંગો છો તો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન નવમીના દિવસે 9 કન્યાઓને મખાનાની ખીર ખવડાવો અને દક્ષિણા આપો અને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવો.
નાણાંકીય લાભના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં ઘરમાં 9 ગોમતી ચક્ર લાવીને માઁ દુર્ગાની સામે મુકી દો. નવરાત્રીના છેલ્લા દિવસે આ ચક્ર લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો, જેથી નાણાંકીય સમસ્યા થતી નથી.