કેન્દ્રીયમંત્રીએ ટ્વિટર પર વિડીયો કર્યો શેર
ગામિની નામની માદા ચિત્તાએ આપ્યો જન્મ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રવિવારે એક ખુશીની સમાચાર શેર કર્યા છે. તેમણે કૂનો નેશનલ પાર્કમાં નવા 5 મહેમાનોનું આગમન થયુ હોવાનુ જણાવ્યું છે. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.
તેમણે ટ્વિટર પર શેર કરતા જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના ત્વાલુ કાલહારી રિઝર્વમાંથી આશરે 5 વર્ષની વયની ગામીની નામની માદા ચિત્તાએ આજે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે ભારતમાં જન્મેલા બચ્ચાની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. આ ભારતીય ધરતી પર ચિત્તાનો ચોથો વંશ છે અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ચિત્તાનો પ્રથમ વંશ છે. સાથે જ તેમણે વન અધિકારીઓ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ટીમ કે જેમણે ચિત્તાઓ માટે તણાવમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કર્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કુનો નેશનલ પાર્કમાં બચ્ચા સહિત દીપડાની કુલ સંખ્યા 26 હોવાનુ જણાવ્યું હતું.
મહ્તવનું છે કે કુનો નેશનલ પાર્કમાં છેલ્લા બે બેબી ચિત્તા નામીબીયાથી લાવવામાં આવેલી જ્વાલાથી જન્મ્યા હતા અને આશા નામની માદા ચિત્તાથી એક બેબી ચિત્તાનો જન્મ થયો હતો. જ્વાલાએ ગયા વર્ષે માર્ચમાં ચાર વર્ષના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ પાછળથી ચારમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા, તેમાંથી બે ગરમીને લીધે અને ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્વાલાનું એક માત્ર બચ્ચું છે જેને હાલમાં કુનોમાં હાથથી ઉછેરવામાં આવી રહ્યું છે. આરટીઆઈ કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, બચ્ચાને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેની અધિકારીઓએ ગુપ્ત રીતે સારવાર કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કૂનો નેશનલ પાર્કમાં ચિતાનું સંરક્ષ અને સફળ સંવનન કરવામાં આવી રહ્યું છે.