ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ભરશિયાળી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતાં વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભિતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કસોમસમી વરસાદની આગાહી કરી હતી.
- Advertisement -
છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે
હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે. જ્યારે 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.
20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
- Advertisement -
‘સબકી આંખો કા તારા’ સાપુતારા બન્યું રોમેન્ટીક
ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ડાંગ-સાપુતારા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં ઠંડીનો ચમકારો વધતાં વાતાવરણ રોમેન્ટીક બની ગયું છે. ઠંડીના ચમકારાના લીધે સાપુતારાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
અંબાલાલ પટેલે કરી હતી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી હતી. 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે અને કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ શક્યતા છે.