શહેરમાં 12 બિલ્ડિંગનાં 154 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જૂનાગઢમાં 12 બિલ્ડીંગમાં 154 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્ધાયે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. બાદ આજથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ શહેરમાં શાંતિપૂર્ણ માહોલનાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારે 10 વાગ્યેથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
જૂનાગઢ શહેરમાં 12 બિલ્ડીંગમાં 154 બ્લોકમાં 3046 છાત્રો પરીક્ષા આપી રહ્યાં છે. તેમજ પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગેરરીતીને રોકવા માટે અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.તેમજ વર્ગ-1નાં અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.


