‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફિલ્મ વિશે યોગેશ પૂજારા સાથે કરી ચર્ચા
મલ્હારે પૂજારા ટેલિકોમની મુલાકાત લઈ ગ્રાહકો સાથે ફિલ્મની વાતો કરી મનોરંજન પુરૂ પાડ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર હાલ તેની નવી ફિલ્મ ‘સોનું તને મારા પર ભરોસો નઈ કે’ માં વ્યસ્ત છે. જેને લઈને મલ્હાર ઠાકર તાજેતરમાં રાજકોટ આવ્યા હતા. પૂજારા ટેલિકોમના બ્રાન્ડ એમ્બેસેડર મલ્હારે પૂજારા ટેલિકોમની મુલાકાત લીધી હતી. જ્યાં પૂજારા ટેલિકોમના માલિક યોગેશ પૂજારાએ મલ્હાર ઠાકરનું સ્વાગત કર્યું હતું. સાથે જ મલ્હારે પૂજારા ટેલિકોમના ગ્રાહકોને મનોરંજન પુરૂં પાડ્યું હતુ. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મ એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ છે.
જે આજથી થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની જો વાત કરવામાં આવે તો એક પરિવારની અંદર ટીવી લેવાની વાત થાય છે અને એ પણ 50 ઈંચના ટીવીની. જ્યારે મલ્હાર ઠાકર ચોર બજારમાંથી ટીવી તો લઈ આવે છે પરંતુ તે ચાલતું નથી. બસ ત્યારપછી જ પરિવારમાં ધમાચકડી શરૂ થાય છે. અને પરિવાર વચ્ચે ચાલતી નાની મોટી તકરાર દર્શકોને મનોરંજન પુરૂ પાડશે. મલ્હારની જો વાત કરીએ તો હાલમાં જ તેની ગજબ થઈ ગયો ફિલ્મ રિલીઝ થયું હતું જે એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી.
રાજકોટ પૂજારા ટેલિકોમમાં આવેલા મલ્હાર ઠાકરને ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો. આ તકે મલ્હાર ઠાકરે ટેલિકોમના ગ્રાહકો સાથે ગોસીપ કરીને ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’વિશે વાતો કરી હતી.
મલ્હાર ઠાકર ઢોલીવુડનો રાજા…..
- Advertisement -
હાલ મલ્હાર ઠાકર અર્બન ગુજરાતી ફિલ્મોનો રાજા કહેવાય છે. તેમના અંગત જીવનની વાતો કરીએ તો છેલ્લો દિવસ ફિલ્મથી ખુબ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરનો જન્મ 28મી જૂન 1990ના રોજ પાટણના સિદ્ધપુરમાં થયો છે. મલ્હારે પોતાના જીવનની શરૂઆતમાં ઘણા બધા ગુજરાતી નાટકો કર્યા હતા. ત્યારબાદ તેમને છેલ્લો દિવસ ફિલ્મથી ઓળખ મળી. ત્યારબાદ તેણે થઈ જશે, પાસપોર્ટ, શરતો લાગૂ, લવની ભવાઈ, ગોળકેરી જેવા ફિલ્મોમાં અભિનયથી લોકોને મનોરંજન પુરૂ પાડ્યું