5 વર્ષ અને 36 દિવસનાં શાસનનો અંત
રાજ્યપાલના નિવાસે જઈ રૂ પાણીએ રાજીનામું આપ્યું, નીતિન પટેલ-ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે પહોંચ્યા
રૂપાણીએ પાર્ટીનો આભાર માન્યો, કહ્યું- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું’
રૂપાણીએ પાર્ટીનો આભાર માન્યો, કહ્યું- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું’
નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, પ્રફુલ પટેલ સહિતના અનેક નામો ચર્ચામાં
ખાસ-ખબર સંવાદદાતા
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે.

5 વર્ષ અને 36 દિવસનાં શાસનનો અંત રાજ્યપાલના નિવાસે જઈ રૂ પાણીએ રાજીનામું આપ્યું, નીતિન પટેલ-ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે પહોંચ્યા
રૂપાણીએ પાર્ટીનો આભાર માન્યો, કહ્યું- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું’ નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, પ્રફુલ પટેલ સહિતના અનેક નામો ચર્ચામાં ખાસ-ખબર સંવાદદાતા
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે.રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.
રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.