મેઇન સ્ટ્રીમ સિનેમા સેક્શનમાં એક હિન્દી ફિલ્મ સહિત ભારતની કુલ પાંચ ભાષાની ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ને સ્થાન મળ્યું
અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
- Advertisement -
વર્ષ 2024 માં સાવ નવા અને અદભુત વિષય પર તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ કારખાનું ની પસંદગી 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયા ( IFFI) માં થઈ છે. પ્રતિવર્ષ ગોવા ખાતે યોજાતા આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયા ( IFFI)નું આ સતત 55મુ વર્ષ છે. આગામી 20 થી 28 નવેમ્બર દરમ્યાન ગોવા ખાતે ભવ્ય રીતે યોજાનાર આ ફિલ્મ ફેસ્ટિવલ માં Mainstream Cinema Section હેઠળ પસંદ કરવામાં આવેલી કુલ પાંચ ફિલ્મો માં રૂષભ થાનકી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ’કારખાનું’, વિધુ વિનોદ ચોપ્રા દિગ્દર્શિત હીન્દી ફિલ્મ ’12વિં ઋફશહ’, ચિદંબરમ દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ ’મંજુમેલ બોયઝ’, રાજેશ ભુયાન દિગ્દર્શિત આસામી ફિલ્મ ’સ્વર્ગરથ’, અને સીંગીરેડ્ડી નાગાસ્વીન દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ ’કલ્કી’ નો સમાવેશ થાય છે. આ ગુજરાતી ચલચિત્ર જગત માટે ખુબ જ આનંદના સમાચાર છે.આ ફિલ્મ જોયા પછી મને અંગત રીતે થોડું દુખ એટલા માટે છે કે આ વિષયને ખુબ સારી રીતે વધાવી શકે તેવા મુંબઇ ના પ્રેક્ષકો સુધી આ ફિલ્મ ટેકનીકલ કારણોસર હજી સુધી નથી પહોંચી શકી. જે જલ્દી પહોંચે તેવી શુભેચ્છાઓ. ખરેખર તો જ્યાં જ્યા મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે તેવા મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા, બેંગલોર, ચેન્નઈ જેવા સેન્ટર માંથી કોઇ સક્ષમ ગુજરાતી ભાયડાએ આગળ આવી આ ફિલ્મ નો ઓછામાં ઓછો એક શો જરૂર કરવો જોઈએ ( આ વાંચ્યા પછી કોઇ તૈયાર હોય તો મારો સંપર્ક કરજો, હું ચોક્ક્સ મદદ કરીશ )
જ્યારે જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે તેમના પુત્ર પાર્થને લઈ ને ફિલ્મ રીલીઝ અંગે કેટલીક ચર્ચાઓ કરવા મારા ઘેર પધારેલા. તે વખતે પાર્થે મને ટુંકમાં આખી વાર્તા સંભળાવેલી ત્યારે મને એમ હતું કે આ વિષયને સ્ક્રીન પર કેટલો ન્યાય આપી શકશે આ છોકરાઓ !!!! અને તેમાં પણ પાર્થે જ્યારે એમ કહ્યું કે, આ ફિલ્મ નું ઓપનિંગ 30 મીનીટના સિંગલ શોટથી થાય છે..ત્યારે મને આ ફિલ્મ જોવાની ઉત્કંઠા ખુબ વધી ગયેલી, અને સામાન્ય રીતે પ્રીમીયરમાં ફિલ્મ જોવાથી દુર રહેનાર મેં આ આખી ફિલ્મ પ્રીમીયર વખતે જ જોયેલી.( જોયા પછી મેં અહીં પણ આ ફિલ્મ વિષે લખેલું જ ) નીવડેલા કલાકારો એવા અર્ચન ત્રીવેદી, કાજલ ઓઝા વૈદ્ય, મકરંદ શુક્લ, પાર્થ મધુકૃષ્ણ, દધીચી ઠાકર, હાર્દિક શાસ્ત્રી, હર્ષદિપસિંહ જાડેજા સહીત તમામ કલાકારોના અદભુત અભિનય સાથે તૈયાર થયેલી આ ફિલ્મ ના દિગ્દર્શક છે રૂષભ થાનકી, ફીલ્મ ના ચારેય નિર્માતાઓપાર્થ મધુકૃષ્ણ, પુજન પરીખ, રૂષભ થાનકી અને ધવલ વાઘેલા ને હું ફરી એક વખત ખોબલે ને ખોબલે અભિનંદન આપીશ. કે, તમે ખુબ ધીરજ રાખીને ફિલ્મ ને ઉંચાઈ અપાવી છે. અને હજી અનેક ઉંચાઈઓ સર કરવાની બાકી છે..ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
નવેમ્બર 2024માં રીલીઝ થનાર ગુજરાતી ફિલ્મો..
- Advertisement -
7 નવેમ્બર : કાલે લગન છે.
15 નવેમ્બર : અજબ રાતની ગજબ વાત
22 નવેમ્બર: ગુજરાતી મેટ્રીમોની
22 નવેમ્બર : લઠ્ઠા સદન
આની સાથે 22 નવેમ્બરે કદાચ ‘સાસણ’ નામની ગુજરાતી ફિલ્મ પણ આવવાની શક્યતાઓ છે.
તદ્દન નવા જ વિષય સાથે ગુજરાતી ફિલ્મ ‘કાલે લગન છે’ આગામી 7 નવેમ્બરે રીલીઝ થશે
ગુજરાતી ફિલ્મો હાલ નવા નવા વિષયો પર બની રહી છે. એવા જ સાવ નવા વિષય સાથે ગુજરાતી ફિલ્મ ’કાલે લગન છે’ આગામી સાત નવેમ્બરે રીલીઝ માટે તૈયાર છે. ગુજરાતી ચલચિત્ર જગત ના ભીષ્મ પીતામહ એવા સ્વ. ગોવિંદભાઈ પટેલ ના પુત્ર અને જાણીતા નિર્માતા – દિગ્દર્શક અને ફિલ્મ વિતરક હરેશ જી. પટેલ અને હરેશભાઇ ના પુત્ર રૂચિત પટેલ તથા સંજય દેસાઇ નિર્મીત આ ફિલ્મ નું દિગ્દર્શન સંભાળ્યું છે હુમાયુ મકરાણી એ.રોડ ટ્રીપ કોમેડી ની સુંદર વાર્તા સાથે તૈયાર થયેલી આ ફિલ્મ માં ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પુજા જોષીએ સુંદર અભિનય કર્યો છે. તો બીજી તરફ અનેક ગુજરાતી ફિલ્મો કરી ચુકેલા પરીક્ષીત તમાલીયા એ પણ સુંદર કામ કર્યું છે. પુજા અને પરીક્ષીતની કેમેસ્ટ્રી ખુબ સારી ઉભરી આવે છે. સાથે રંગભુમી અને ફિલ્મો ના જાણીતા કલાકારો અનુરાગ પ્રપન્ન, દિપીકા રાવલ, પુજા મીસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને જાણીતા ગાયક કલાકાર ઉમેશ બારોટે પણ પોતપોતાના ઉત્કૃષ્ટ અભિનય આય્યા છે.ગત ગુરૂવારે આ ફિલ્મ નો પ્રીમીયર શો મુંબઇ ખાતે દબદબાભેર યોજાયો જેમાં મનોરંજન અને મીડીયા જગતની નામી હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહી અને ફિલ્મ જોઇ ને સૌએ ભરપૂર વખાણ કર્યા.
દિવાળી મનાવીને જેવા ફ્રી થશો કે તરત જ સાતમી નવેંબરે આ ફિલ્મ ગુજરાત અને મુંબઇ ના થીએટર માં પહોંચી ચુકી હશે. અત્યારથી જોવાનું આયોજન કરી લેજો..