ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
ગુજરાત ટાઇટન્સ (GT)એ IPL 2025માં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 8 વિકેટથી હરાવ્યું.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 170 રનનો ટાર્ગેટ 17.5 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો. જોસ બટલરે 39 બોલમાં અણનમ 73 રન અને શેરફાન રૂધરફોર્ડે 18 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. સાઈ સુદર્શન 49 રન બનાવીને આઉટ થયો હતો. RCB તરફથી જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ લીધી.
લિયામ લિવિંગસ્ટન (54)એ અડધી સદી ફટકારી. જીતેશ શર્માએ 33 અને ટિમ ડેવિડે 32 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. સાઈ કિશોરે 2 વિકેટ લીધી. અરશદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઈશાંત શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
ગુજરાતે ચાલુ સીઝનમાં સતત બીજી મેચ જીતી છે. ટીમના હવે 4 પોઈન્ટ છે. ૠઝ ચોથા સ્થાને પહોંચી છે.બેંગલુરુને આ સીઝનમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ટીમે પ્રથમ સ્થાન ગુમાવ્યું છે. હવે ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે.
પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ અને 1.485ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ અને 1.320ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. ગુજરાતે વર્તમાન ઈંઙકમાં સતત બીજી જીત મેળવી છે. શેરફાન રૂધરફોર્ડે જોશ હેઝલવુડને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી. હેઝલવુડની આ ઓવરમાં બટલરે સતત બે છગ્ગા પણ ફટકાર્યા.
- Advertisement -
8 વિકેટથી RCB હાર્યું; જોસ બટલર અને સાઈ સુદર્શન વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ
આજનો મેચ
સ્થળ:- ઇડન ગાર્ડન્સ, કોલકાતા
- Advertisement -
સમય:- સાંજે 7:30 ક્લાકે