જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક સહિતના પદો પર ભરતી; આવતીકાલથી ઑનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરકારી નોકરીની ઉત્તમ તક અને જગ્યાઓનું વિભાજન ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (ૠજજજઇ) દ્વારા વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ગ્રુપ-એ અને ગ્રુપ-બીની કુલ મળીને 5,370 જેટલી માતબર જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં વહીવટી માળખાના વિવિધ મહત્વના પદોનો સમાવેશ થાય છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક સમાન છે.
મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, ભરતીને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એ માં કુલ 2,365 જગ્યાઓ અને ગ્રુપ-બી માં કુલ 3,005 જગ્યાઓનો સમાવેશ થાય છે. પદ મુજબની વિગતો જોઈએ તો જુનિયર ક્લાર્કની સૌથી વધુ 3,005 જગ્યાઓ છે. આ ઉપરાંત કલેક્ટર કચેરી ક્લાર્કની 1,600, સિનિયર ક્લાર્કની 503, હેડ ક્લાર્કની 134, સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 અને કાર્યાલય અધિક્ષકની 03 ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૠજજજઇ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષાઓ હવે આધુનિક પદ્ધતિથી લેવામાં આવે છે, જેમાં પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાનો સમાવેશ થઈ શકે છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ ભરતી દ્વારા મોટા પાયે વહીવટી સ્ટાફની નિમણૂક કરવામાં આવશે, જેનાથી સરકારી કામગીરીમાં વધુ ગતિશીલતા આવશે. ઉમેદવારોએ પોતાની તૈયારીઓ તેજ કરી દેવી જોઈએ કારણ કે આ વર્ષની આ સૌથી મોટી ભરતી પૈકીની એક માનવામાં આવી રહી છે.
અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો
આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઘઉંઅજ (ઘક્ષહશક્ષય ઉંજ્ઞબ આાહશભફશિંજ્ઞક્ષ જુતયિંળ)ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની શરૂઆત 5 ફેબ્રુઆરી, 2026 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક વધવાને કારણે સર્વરની સમસ્યા સર્જાઈ શકે છે, તેથી ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરી દેવા સલાહ આપવામાં આવી છે. વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા પદ્ધતિની વિસ્તૃત માહિતી માટે ઉમેદવારોએ મંડળની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશનનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.



