ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ઓખાના મૂકબધીર પંડત ભાઈઓને શિવના સોનેરી આશીર્વાદ છે. જન્મથી જ મૂકબધીર પંડત સોમાભાઈ (ઉં.વ.27) અને પંડત રાજાભાઈ (ઉં.વ.24) વીજળીની સ્પીડે રેતશિલ્પની કલાકૃતિઓ બનાવે છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આ ભાઈઓએ દ્વારકા, શિવરાજપુર, પોરબંદર, વડોદરા સહિતના શહેરોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યાં છે. સોમનાથના દરિયાકિનારે આ બન્ને ભાઈઓએ સૌમ્ય શિવસ્વરૂપ, કમળ સહિતના રેતશિલ્પ બનાવ્યા હતા.