રાજયમાં કુલ બેન્ક થાપણો રૂા.10.76 લાખ કરોડ: પ્રતિ વ્યક્તિ સરેરાશ રૂા.97000: કેન્દ્રશાસીત પ્રદેશોથી પણ ઓછી થાપણો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતીઓ ‘વ્યાપારી’ કક્ષાના ગણાય છે અને તેના પૈસા કેમ વધુ પૈસાને ખેચી લાવે તેના સતત આયોજનો કરતા હોય છે પરંતુ સાથોસાથ હવે ગુજરાતીઓનો એક મોટો સમુદાય તેમના નિવૃતિમાં નાણાકીય સલામતીને મહત્વ આપતા થયા છે છતા હજુ દેશમાં પ્રતિ વ્યક્તિ બેન્ક થાપણોમાં ગુજરાત છેક નંબર-9માં સ્થાને છે. દિલ્હી આ બાબતમાં પ્રથમ ક્રમાંકે છે. પાટનગરની બેન્કોમાં જે બેન્ક થાપણો છે અને દિલ્હીની વસતિ મુજબ પ્રતિ વ્યક્તિ બેન્કમાં સરેરાશ રૂા.3.94 લાખ બેન્ક થાપણો છે જયારે ગુજરાતીઓ નવમાં ક્રમે છે જયાં પ્રતિવ્યક્તિ બેન્કમાં રૂા.94000ની બેન્ક થાપણો છે.
- Advertisement -
ગુજરાત કરતા અનેક નાના રાજયો આ બાબતમાં આગળ છે અને ગુજરાતમાં બેન્ક થાપણોનો કુલ આંકડો ઉંચો છે તેનું એક કારણ રાજયના જાહેર સાહસોની જંગી થાપણો બેન્કમાં જમા છે જે એકંદરે થાપણોનો ગ્રાફ ઉંચો લાવે છે. જો કે ગુજરાત એ વેપારી પ્રજા છે અને બેન્કમાં જે વ્યાજ મળે છે તેના કરતા પણ વધુ કમાણી કરવા માટે શેરબજારમાં અને અન્ય રોકાણ પણ વધુ છે. ગુજરાત સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટીના રિપોર્ટ મુજબ રાજયની જાહેરક્ષેત્ર અને સહકારી સહિતની બેન્કોએ કુલ રૂા.10.76 લાખ કરોડની થાપણો જમા છે. ગુજરાત અન્ય રાજયો કરતા થાપણોમાં પાછળ છે તેનું મુખ્ય કારણ તો અન્ય રોકાણોમાં થશે વધુ સારુ વળતર મળતુંં હોય અને નાણા ‘ફેરવી’ પણ શકયતા હોય તેવા સ્ત્રોતમાં વધુ રોકાણ કરે છે. ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રૂા.2.93 લાખ કરોડ છે જે ઉપરાંત સોના અને શેરબજારમાં સીધા રોકાણમાં પણ ગુજરાત ટોપ પાંચમાં સામેલ છે.
કોણ છે ટોપમાં રાજય પ્રતિ વ્યક્તિ સરેરાશ બેન્ક થાપણ
યુપી-રૂા.3.94 લાખ
ગોવા-રૂા.3.92 લાખ
હરીયાણા-રૂા.1.64 લાખ
પંજાબ-રૂા.51.51 લાખ
કર્ણાટક-1.26 લાખ
ઉતરાખંડ-રૂા.1.24 લાખ
મહારાષ્ટ્ર-રૂા.1.24 લાખ
કેરળ-રૂા.1.02 લાખ
ગુજરાત-રૂા.97000 લાખ