ગુજરાત પોલીસ ભરતીના બીજા તબકકામાં મોટા પ્રમાણમાં 1.54 લાખ જેટલી અરજીઓ થઈ છે. અગાઉ પ્રથમ તબકકામાં ભરતીમાં 10.26 લાખ જેટલી અરજીઓ થઈ હતી. ભરતીની પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી જ લેવાશે તેમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું.તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ, સમયમર્યાદા ચૂકી ગયેલા ઉમેદવારો માટે ફરી એકવાર ઓનલાઇન અરજી પ્રક્રિયાને શરૂ કરવામાં આવી હતી.
જેનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. ત્યારે પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં કેટલી અરજીઓ થઈ તેને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપી છે. હસમુખ પટેલે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ત્યારે બીજા તબક્કામાં પણ મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે.