ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વાઈઝ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ આવતીકાલે યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે આવતીકાલે સવારે 10-00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વાઈઝ વિકસિત ભારતવિકસિત ગુજરાતનારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
શહેરની અલગ અલગ ચાર વિધાનસભા વાઈઝ યોજાનાર કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે.
68-વિધાનસભા: મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, રેલનગર, 69-વિધાનસભા: કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે.સ્કુલ સામે, આકાશવાણી ચોક, 70-વિધાનસભા: શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટ, 71-વિધાનસભા: શિવ ટાઉનશીપ, મવડી-કણકોટ રોડ, મીરા ટાઉનશીપની સામે કાર્યક્રમ યોજાનાર છે ત્યારે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાએ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ
કરાઈ છે.