ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
તારીખ 15/01/2024 ના રોજ પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં કર્માચારીઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે તેઓ ને બાતમી મળેલ કે સોમનાથ ટ્રાવેલ્સની ઓફીસની બાજુની શેરીમાં દરીયાશાહ પીરની દરગાહ પાસે બે ઇસમો એક સફેદ કલરની માલવાહક ગાડીમાં ગેરકાયદેસર દારૂની પેટીઓની હેરાફેરી કરતા હોઈ તેવી ચોક્કસ રાહે બાતમી મળેલ પોલીસ ના કર્મચારીઓ બાતમી સ્થળે પહોચતા દરીયાશાહ પીરની દરગાહની બાજુમાં બંધ શેરીમાં રેઇડ કરતા જીજે-03-બીવાય-4819 સુપર કેરી ગાડી જોવામાં આવતા પોલીસ દ્વારા ગાડી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નો મોટો જથ્થો મળી આવેલ
- Advertisement -
જ અંગેની પાસ કે પરમીટ અંગે ત્યાં હાજર આરોપીઓને પૂછતા તેઓ કોઈ કાગળો રજુ નહિ કરી શકતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી તેઓને ઉપરોક્ત જથ્થો કોને હોઈ કોના પાસે થી લાવેલ હોઈ તે અંગે પૂછતા જગદીશ તાણીયા નામનાં શખ્શ નું નામ ખૂલેલ જેને રાજકોટ સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન અરજી કરેલ નામંજૂર થતા તેના વકીલ દ્વારા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તે જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ. ઉપરોક્ત કામમાં હાઈકોર્ટમાં વકીલ તરીકે દર્શિતભાઈ કામદાર તેમજ અજીતભાઈ પરમાર,હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, શક્તીભાઈ ગઢવી,રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઈઝાનભાઈ સમા તથા અંકીતભાઈ ભટ્ટ રોકાયેલ હતા.