રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈ-વ્હીકલ ખરીદવા માટે અપાતી રૂપિયા 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરી દેવાઈ
વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. મહત્વનું છે કે, એક તરફ કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. વિદ્યાર્થી માટેનાં જ વાહનો પર સબસીડી કેમ બંધ કરાઈ તે અંગે શોરૂમ સંચાલકોને પણ સરકાર દ્વારા માહિતી અપાઈ નથી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દર મહિને 200 જેટલાં ટુ વ્હીલર વેચાતાં હોય છે.
મહત્વનું છે કે, પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત સરકાર પણ આ દિશામાં પગલાં ભરી રહી છે અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. અગાઉ થયેલ જાહેરાત મુજબ પ્રથમ બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટા પાયે સબસિડી મળી રહી છે. જો કે, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે અપાતી ઈ-વ્હીકલ પરની સબસીડી બંધ કરતાં ઈ-વ્હીકલ મોંઘા થઈ ગયા છે.