1711 એકમો પાસેથી જીએસટીની મોટી વસુલાત બાકી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.19
- Advertisement -
રાજ્યમાં એકતરફ મોંઘવારીના કારણે મધ્યમ વર્ગ ઉપર ભારણ વધતું રહ્યું છે ત્યારે સરકારને છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલ, CNG અને PNG ઉપરના વેરા અને સેસ પેટે છેલ્લા બે વર્ષમાં રૂ. 40,569 કરોડની આવક થઇ હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. જેમાં સૌથી વધુ આવક ડીઝલના વેરા પેટે થવા પામી છે.
કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી દ્વારા જાન્યુઆરી-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGમાં કેટલા વેરા અને સેસ વસૂલાય છે અને તે પેટે કેટલી આવક થઈ તે અંગે જાણકારી માગવામાં આવી હતી. જેના લેખિત જવાબમાં નાણાં વિભાગે જણાવ્યું હતું કે, પેટ્રોલ ઉપર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ ઉપર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, CNGમાં 15 ટકા (10 ટકા રેમીશન, અસરકારક દર 5 ટકા) અને PNGમાં 15 ટકા તેમજ નોન કોમર્શિયલ ઙગૠમાં 15 ટકા (10 ટકા રેમીશન, અસરકારક દર 5 ટકા) વેટ લેવામાં આવે છે. રાસાયણિક ખાતર પર 5 ટકા PNGછે.
1-2-2023 થી 31-1-2024 સુધીના સમયગાળામાં પેટ્રોલમાં કુલ 6049 કરોડ, ડીઝલમાં 13,731 કરોડ, ઈગૠ માં 114 કરોડ અને PNGમાં કુલ 34 કરોડ રૂપિયાની આવક મળી કુલ 19928 કરોડ રૂપિયાની આવક સરકારને 1 થઈ હતી. 1-2-2024થી 31-2-2025 સુધીના સમયગાળામાં પેટ્રોલમાં કુલ 6456 કરોડ, ડીઝલમાં 14057 કરોડ, ઈગૠ માં 103 કરોડ અને ઙગૠ માં 25 કરોડ મળીને કુલ 20641 કરોડ રૂપિયાની આવક થવા પામી હતી. અગાઉના વર્ષ કરતા 683 કરોડ રૂપિયાનો આવકમાં વધારો થવા પામ્યો હતો.
કોંગ્રેસના વિમલ ચુડાસમા દ્વારા વાણિજ્યિક વેરો બાકી હોય તેવા એકમોની સંખ્યા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના લેખિત જવાબમા નાણાં વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ રકમનો વેરો વસૂલવાનો બાકી હોય તેવા 1711 જેટલા એકમો છે. તેમની સામે પોલીસ ફરિયાદ કરીને, મિલકત ટાંચમાં લઇ અને અન્ય નિયમોને આધીન વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે.