ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતરૂપે ગુજરાત ગેસ કંપનીએ ચાલુ મહિનામાં એમજીઓની માંગ સ્વીકારી લેતા ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં વધારો કરવાની સાથે જ અનેક ઉદ્યોગકારોની મહિનાના ભાવ બંધણા રૂપે એમજીઓ કરાર ન સ્વીકાર્યા હોવાથી મોરબીના અનેક સિરામિક ઉદ્યોગકારો ઉગ્ર રોષ સાથે મોરબી ખાતે આવેલ ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને એમજીઓ કરાર સ્વીકારવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી જે રજુઆત બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગની માંગ સ્વીકારીને એમજીઓ કરી આપવામાં આવતા સિરામિક ઉદ્યોગ દ્વારા ગેસ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સિરામિક ઉદ્યોગકારોની MGOની માંગ સ્વીકારતી ગુજરાત ગેસ કંપની
