ગાયત્રીબા વાઘેલા, કિરિટ પટેલ અને ઝાકિરભાઈને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા ’સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત, અમદાવાદ શહેરના સંગઠનના પ્રભારી તરીકે પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઝાકીરભાઈની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે તેમને આ જવાબદારી સોંપી છે.
આ ત્રણેય અગ્રણીઓએ અમદાવાદ શહેરના વેજલપુર, જોધપુર, મક્તમપુરા અને સરખેજ જેવા વોર્ડમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની રજૂઆતો સાંભળીને શહેર સંગઠન માટે વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારો નક્કી કરવાનો હતો. તેઓ આગામી 14 ઓગસ્ટ, 2025 સુધીમાં પોતાનો રિપોર્ટ પ્રદેશ કોંગ્રેસ સમિતિને સોંપશે.