ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ
- Advertisement -
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.
કયા મુદ્દાઓ પર મૂકાશે ભાર?
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ માટે મોટી જાહેરાત
- Advertisement -
- નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા
- યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા
- દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે.
- પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા
- પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
- નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
ઉદ્યોગ અને ખાણ વિભાગને શું મળ્યું?
બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. જ્યારે વિદ્યા અને ટેક્નોલોજી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા તથા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. બીજી બાજુ પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી.
કયા મંત્રાલયને કેટલા ફંડની ફાળવણી
- કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
- ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
- સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
- કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયાગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
- કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
- મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
- વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા
બજેટમાં મહત્ત્વના વિભાગો માટેની ફાળવણી
- શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
- સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ
- રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ
- માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ
- આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ
- પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈ
બજેટની મોટી જોગવાઈઓ….
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
- બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
- પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા
- નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા
- ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ
એસટી બસ સુવિધા અંગે મોટી જાહેરાત
1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ.
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
MSMEને પ્રોત્સાહન
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
સરકારી આવાસને પ્રોત્સાહન આપશે
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.