અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત અઝજને સૌથી મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી આકિફ નાચનની ધરપકડ થતા ગુજરાત અઝજને સફળતા મળી છે. માર્ચ 2022માં રાજસ્થાનથી 12 કિલો છઉડ સાથે 5 આરોપની ધરપરડ કરવામાં આવી હતી. જેમાં આરોપી આકિફ નાચનની સંડોવણી ખુલતા તેની શોધખોળ ચાલું હતી. આકિફ નાચનને છઉડ જયપુરમાં બ્લાસ્ટ કરવા કાવતરુ રચ્યું હતું. મહત્વની વાત એ છે આ તમામ આરોપીઓ કુખ્યાત આંતકી દાઉદની નજીકના માનવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ બાદ આરોપીઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ આરોપી નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યો હતો. અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ પછી નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ છે.