- ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ 51,782 મતદાન કેન્દ્રો પરથી કરશે મતદાન
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.
- Advertisement -
For enhanced voting experience, 1274 polling stations will be completely managed by women & security staff. There will be 182 polling stations where one will be welcomed by PWD. For the 1st time, 33 polling stations will be set up &managed by youngest available polling staff: CEC pic.twitter.com/UZ0F2qfwOE
— ANI (@ANI) November 3, 2022
- Advertisement -
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.
For enhanced voting experience, 1274 polling stations will be completely managed by women & security staff. There will be 182 polling stations where one will be welcomed by PWD. For the 1st time, 33 polling stations will be set up &managed by youngest available polling staff: CEC pic.twitter.com/UZ0F2qfwOE
— ANI (@ANI) November 3, 2022
Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
-ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
-ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
-4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
-મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
-દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
-50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
-જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
-અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
-અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક